શોધખોળ કરો
Advertisement
Surat: આમ આદમી પાર્ટીનો ભાજપને બીજો ફટકો, જાણો C.R. પાટીલના ગઢમાં બીજા ક્યા વોર્ડમાં પણ કબજે કરી ચારેય બેઠકો ?
આમ આદમી પાર્ટીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ મંબર 4 એમ બે વોર્ડમાં શાનદાર જીત મેળવીને ભાજપને આંચકો આપ્યો છે.
સુરતઃ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર દેખાવ કરીને સોપો પાડી દીધો છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બે વોર્ડ રબજે કરીને આઠ બેઠકો પર જીત મેળવી છે. વોર્ડ નંબર 16માં જીત મેળવીને આણ આદમી પાર્ટીએ પોતાની પહેલી જીત મેળવી હતી. એ પછી આણ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 4માં પણ જીત મેળવીને પોતાના કોર્પોરેટરની સંખ્યા વધારીને 8 કરી છે.
આમ આદમી પાર્ટીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ મંબર 4 એમ બે વોર્ડમાં શાનદાર જીત મેળવીને ભાજપને આંચકો આપ્યો છે. વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4ની ચાર-ચાર બેઠકો પર ભવ્ય જીત મેળવીને આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે.
સુરતમાં આદમી પાર્ટીએ જોરદાર દેખાવ કરીને ભાજપને સ્તબ્ધ કરી દીધો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતનાં રૂઝાનમાં ભાજપ 42 બેઠકો પર આગળ હતો જ્યારે આમ આદમી પાર્ટી 16 બેઠકો પર આગળ નિકળતાં ભાજપને જોરદાર આંચકો લાગ્યો છે. સુરતમાં કોંગ્રેસ પણ શરૂઆતના ટ્રેન્ડમાં 6 બેઠકો પર આગળ હતી અને મતગણતરી આગળ વધતી ગઈ એ પછી પણ 6 બેઠકો પર જ આગળ રહી હતી. સુરતનાં શરૂઆતનાં પરિણામોમાં ભાજપ અને આણ આદમી પાર્ટી વચ્ચે રસાકસી જોવા મળતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 120 બેઠકો છે અને તેમાંથી 64 બેઠકોના ટ્રેન્ડ જોવા મળ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ જોરદાર ટક્કર આપતાં ભાજપને ફટકો પડશે કે શું એવો સવાલ થવા માંડ્યો હતો પણ ભાજપે પછી સારો દેખાવ કરીને સત્તા કબજે કરવાની દિશામાં આગેકૂચ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion