Maharashtra: દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણમાં સલમાનની ધાંસુ એન્ટ્રી,શાહરૂખે રણવીર-રણબીરને લગાવ્યા ગળે
Maharashtra CM Oath Ceremony: દેવેન્દ્ર ફડણવીસ આજે મુંબઈના આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લીધા. આવી સ્થિતિમાં બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સ પણ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા.
Maharashtra CM Oath Ceremony: આજે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. દેવેન્દ્ર ફડણવીસ આજે મુંબઈના આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લીધા. આવી સ્થિતિમાં બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સ પણ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા.
#WATCH | Mumbai | Actor Shah Rukh Khan attends the oath ceremony of the Maharashtra government
— ANI (@ANI) December 5, 2024
(Video source: ANI/ DG-IPR) pic.twitter.com/KS6Y8CMDFu
શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા શાહરૂખ ખાન, સલમાન ખાન અને સંજય દત્ત સહિત ઘણા સ્ટાર્સ આવ્યા હતા. કાળો કોટ અને પેન્ટ પહેરીને શાહરૂખ ખાને ઈવેન્ટમાં ધાંસુ એન્ટ્રી કરી હતી. શાહરૂખ ખાન રણવીર સિંહ અને રણબીર કપૂરને ગળે લગાવતો જોવા મળ્યો હતો.
સલમાન ખાન
સલમાન ખાને મરૂન શર્ટ અને ડાર્ક ચશ્મા સાથે બ્લેક કોટ-પેન્ટ પહેરીને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તે ચુસ્ત સુરક્ષા સાથે સ્થળ પર પહોંચતો જોવા મળ્યો હતો.
#WATCH | Actor Salman Khan attends the oath ceremony of the Maharashtra government at Azad Maidan in Mumbai
— ANI (@ANI) December 5, 2024
(Video source: ANI/ DG-IPR) pic.twitter.com/Pf58D9QCfZ
રણવીર સિંહ પણ પહોંચ્યો, રાધિકા અંબાણી પણ જોવા મળી
બ્લેક શેરવાની પહેરીને રણવીર સિંહે મહારાષ્ટ્રના સીએમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. સ્થળ પર તે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા અંબાણી સાથે ગળે મળીને વાત કરતો જોવા મળ્યો હતો.
#WATCH | Mumbai | Actor Ranveer Singh attends the oath ceremony of the Maharashtra government
— ANI (@ANI) December 5, 2024
(Video source: ANI/ DG-IPR) pic.twitter.com/4nN6KDeFNn
આ સેલિબ્રિટીઓએ પણ ભાગ લીધો હતો
રણબીર કપૂર પણ સફેદ આઉટફિટમાં જોવા મળ્યો હતો. માધુરી દીક્ષિતે તેના પતિ નેને સાથે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ સિવાય સંજય દત્ત અને મનીષ પોલ પણ આ ઈવેન્ટનો ભાગ હતા.
#WATCH | Mumbai | Actor Sanjay Dutt attends the oath ceremony of the Maharashtra government
— ANI (@ANI) December 5, 2024
(Video source: ANI/ DG-IPR) pic.twitter.com/5uMAf6gyqi
દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુરુવારે (5 ડિસેમ્બર) મહાયુતિ ગઠબંધનની નવી સરકારની રચના કરવામાં આવી હતી. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ સાથે નવી સરકારમાં ફરીથી બે ડેપ્યુટી સીએમની નિમણૂક કરવામાં આવી છે. શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને NCP પ્રમુખ અજિત પવારને ડેપ્યુટી સીએમની જવાબદારી મળી છે.
આ પણ વાંચો..





















