અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું - સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે જ....
Anti-social elements Gujarat: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ અસામાજિક તત્વોને આપી વધુ એક ચેતવણી કહ્યું સીધા રહેજો. સીધા ન રહ્યા તો વરઘોડાની નીકળશે.
Harsh Sanghvi warning: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ અસામાજિક તત્વોને આપી વધુ એક ચેતવણી કહ્યું સીધા રહેજો. સીધા ન રહ્યા તો વરઘોડાની નીકળશે. સાથે જ જામનગરમાં હુસેન શેખ નામના બળાત્કારી અને ડ્રગ્સના આરોપીનાં ઊભા થયેલા દબાણ તોડી પાડવા બદલ ગૃહરાજ્યમંત્રીએ જામનગર પોલીસને અભિનંદન આપ્યા છે.
ગાંધીનગરના ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાયો તેરા તુજકો અર્પણ જેમાં છેલ્લા એક મહિનામાં ગાંધીનગર આસપાસ આવેલા દહેગામ કલોલ કડી જેવા વિસ્તારોમાંથી ચોરીની ફરિયાદો બાદ રિકવર થયેલા મુદ્દા માલને પોતાના મૂળ માલિકો સુધી પરત આપવામાં આવ્યો હતો.
અંદાજે પાંચ કરોડની કિંમત નો મુદ્દા માલ તેમના માલિકોને પોલીસ તરફથી શોધીને આપવામાં આવ્યો જે બદલ રાજ્યના ગ્રુપ મંત્રીએ ગાંધીનગર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. અસામાજિક તત્વોને વધુ એક વખત ચેતવણી આપતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે પોલીસ જોડે પનારો પડ્યો તો ચાલવામાં તકલીફ થશે સાથે કોઈપણ ટપોરી સામાન્ય નાગરિકને હેરાન કરશે તો તેના વરઘોડા નીકળશે જ.
બુધવારે જામનગરમાં બળાત્કાર અને ડ્રગ્સ ના આરોપી હુસેન શેખ દ્વારા સરકારની 11 વીઘા જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ બાબતે પણ મંત્રી હર્ષ સંઘવીએ જામનગર પોલીસવાળા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે નિવેદન આપ્યું કે કોઈપણ મહિલાઓને કે નિર્દોષ નાગરિકો સામે અત્યાચાર કરનારનો સૌથી મોટો દુશ્મન હું પોતે છું. મહત્વનું છે કે ગાંધીનગર પોલીસે 430 મોબાઈલ ચોરીના કેસ ઉકેલી તેના માલિકોને પરત આપ્યા છે તો મંદિર ચોરીના કિસ્સાઓમાં 47 લાખની કિંમતનો મુદ્દામાલ પરત સોંપ્યો છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને બાલી ફરવા લઈ ગયો હતો
સાબરકાંઠાના BZ ગ્રુપ કૌભાંડમાં નવું ટ્વિસ્ટ સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કેટલાક લોકોને બાલી ફરવા લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં સાબરકાંઠાની બળવંતપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા વિભાબેન ચૌહાણ પણ જોવા મળી રહ્યા છે. ABP અસ્મિતા સાથેની વાતચીતમાં વિભાબેન ચૌહાણે દાવો કર્યો છે કે તેઓ BZ ગ્રુપના એજન્ટ નથી અને તેમણે કોઈ રોકાણ કર્યું નથી. તેમણે જણાવ્યું કે, "અન્ય લોકોએ જે રોકાણ કર્યું હતું તેના બદલામાં અમને બાલી ફરવા લઈ જવામાં આવ્યા હતા."
આ પણ વાંચો....
એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ તો લીધા, પણ મહારાષ્ટ્રમાં હજુ પિક્ચર બાકી હૈ...!