શોધખોળ કરો

ગુજરાતની પ્રથમ ડેરી જ્યાં બનશે આઈસ્ક્રીમના કોન, 125 કરોડના ખર્ચે સ્થપાશે પ્લાન્ટ

Con Making Plant: ગુજરાતે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે. અમુલ, સુમુલ અને બનાસ ડેરી સહિત અનેડ ડેરીઓ આજે લાખો લોકોને રોજગારી આપી રહી છે. આ ઉપરાંત પશુપાલકોના જીવન ધોરણ પણ ઉંચા આવ્યા છે.

Con Making Plant: ગુજરાતે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે. અમુલ, સુમુલ અને બનાસ ડેરી સહિત અનેડ ડેરીઓ આજે લાખો લોકોને રોજગારી આપી રહી છે. આ ઉપરાંત પશુપાલકોના જીવન ધોરણ પણ ઉંચા આવ્યા છે. તો હવે આ યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાવા જઈ રહ્યું છે. 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસક્રીમ અને ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે. આઈસક્રીમ અને કોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત 8 મીએ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવશે. કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ સ્કીમમાં મંજૂરી મેળવનાર સુમુલ ડેરી પ્રથમ સંસ્થા બનશે. દેશભરમાં આઇસ્ક્રીમનું વેચાણ વધતા ભારતમાં અમૂલ બ્રાંડથી બનતાં આઈસ્ક્રીમનું ઉત્પાદન વધારવા અમુલ ડેરીએ નિર્ણય લીધો છે. આ ઉપરાંત 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસ્ક્રીમ અને ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે. 

સુમુલ રોજ એક લાખ લીટર આઈસ્ક્રીમ ઉત્પાદનની સાથે રોજ ૩ લાખ કોનનું ઉત્પાદન કરશે.  ડેરીના આ પ્લાન્ટની ક્ષમતા 8 લાખ કોન રોજ ઉત્પાદન કરવાની બનશે. 
ગુજરાતની 27 ડેરીઓમાં આઈસ્ક્રીમ કોન બનાવનાર સુમુલ પ્રથમ ડેરી બનશે.  આ ઉપરાંત કેન્દ્રની મીનીસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ સ્કીમ પ્રધાન મંત્રી કિસન સંપદા યોજના હેઠળ સુમુલને ઓર્ગેનિક લેબોરેટરી બનાવવા માટે પસંદ કરી છે. તે પેટે રૂપિયા 20 કરોડ પણ સુમુલને મળશે. આ બંને કાર્યક્રમો માટે તારીખ 8 જુન ને બુધવારે સુમુલના નવી પારડી પ્લાન્ટ ખાતે ખાતમહુર્ત કાર્યક્રમ સી.આર. પાટીલના હસ્તે કરાશે. આ પ્રસંગે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, સહકાર અને કુટીર મંત્રી જગદીશ પંચાલ, કૃષિ ઉર્જા અને પેટ્રોલીયમ મંત્રી મુકેશ પટેલ તથા ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના એમડી. આરએસ.સોઢી હાજર ઉપસ્થિત રહેશે.

લવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત, ગુજરાતમાં 2026 સુધીમાં પૂરું થશે બુલેટ ટ્રેનનું કામ

સુરતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Mumbai-Ahmedabad bullet train) પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે (Darshana Jardosh) બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે મુલાકાત કરી હતી. અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જે કામ થઇ રહ્યું છે તેની તમામ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ સાથે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કેવી રીતે કામ ચાલી રહ્યું છે તે પણ પોતે નિહાળવા માટે ગયા હતા.

2026 સુધીમાં પૂરું થશે બુલેટ ટ્રેનનું કામ 
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2026 સુધીમાં સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન દોડશે, સમગ્ર પ્રોજેક્ટ ઉપર ખૂબ જ ઝડપથી કામ થઇ રહ્યું છે.પત્રકાર પરિષદને સંબોધતા કેટલાક મહત્વના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. બુલેટ ટ્રેનને લઈને તેમણે ચાલી રહેલી ઝડપી કામગીરીની સમીક્ષા કરી હતી. ઝડપથી આ પ્રોજેક્ટ પૂર્ણ થશે એ પ્રકારની વાતો કરતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી પહેલાં તો બુલેટ ટ્રેન દોડતી શક્ય લાગી રહ્યું નથી. કારણ કે આ પ્રોજેક્ટમાં ખૂબ જ ધ્યાનથી અને ચોકસાઈથી કામ કરવા પડે છે.  બુલેટ ટ્રેન 300 કિલોમીટરની ઝડપે દોડનાર છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તેને જોડાવામાં કોઈ પણ પ્રકારની ટેક્નિકલ સમસ્યા ન આવે તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget