શોધખોળ કરો

Table Tennis World Championship: ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ભારતનું પ્રતિનિધત્વ કરશે આ સુરતીલાલો

સુરત: ટેબલ ટેનિસના સ્ટાર અને સુરતને હર હંમેશ ગૌરવ અપાવનાર હરમિત દેસાઈએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આગામી મે માસમાં આફ્રિકામાં ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાવાની છે.

સુરત: ટેબલ ટેનિસના સ્ટાર અને સુરતને હર હંમેશ ગૌરવ અપાવનાર હરમિત દેસાઈએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આગામી મે માસમાં આફ્રિકામાં ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાવાની છે. જેમાં સુરતના હરમિત દેસાઈનું સિલેક્શન થઈ ચૂક્યું છે. આ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટેબલ ટેનિસમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે હરમિત દેસાઈ પ્રથમ ખેલાડી બનશે. ત્યારે હરમિતના પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. સુરતમાં રહેતા ટેબલ ટેનિસનો સ્ટાર હરમીત દેસાઈ દ્વારા અનેક વખત ટેબલ ટેનિસમા સિદ્ધિઓ હાંસલ કરીને સુરતનું નામ રોશન કર્યું છે. ત્યારે ફરી એક વખત હરમિત દેસાઈ દ્વારા સુરતનું નામ રોશન કરવામાં આવ્યું છે. 

હરમિત દેસાઈનું સિલેક્શન થયું 

હરમિત દેસાઈ અનેક વખત રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, એશિયન ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસિલ કરીને સુરત ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે ફરી એક વખત હરમિત દેસાઈ દ્વારા ગુજરાતને અને ખાસ કરીને સુરતને ગૌરવ મળવા જઈ રહ્યું છે. કારણ કે, ટેબલ ટેનિસની યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ગુજરાતમાંથી કોઈ જ ખેલાડી ભાગ લઈ શક્યું નથી. પરંતુ આવનાર મે મહિનામાં આફ્રિકા ખાતે યોજાનાર ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં પ્રથમ વખત હરમિત દેસાઈનું સિલેક્શન થયું છે. જેને લઇ હરમીતે ફરી એક વખત સુરત અને ગુજરાતનું ગૌરવ વિશ્વ ફલક પર વધાર્યું છે. 

પરિવારમાં ખૂબ જ ખુશીની લહેર 

આવનાર મે મહિનામાં આફ્રિકા ખાતે યોજાનાર ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એશિયન ખેલાડીની સિલેક્શન પ્રક્રિયા ચાલી રહી હતી. કતારના દોહા ખાતે એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ રમાઈ રહી હતી. ત્યારે કતારના દોહામાં રમાયેલી એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચમાં હરમિત દેસાઈએ જીત હાંસલ કરી છે. સુરતી ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડી હરમિત દેસાઈ તેમાં ક્વોલીફાય થયો છે. જેને લઇ સુરતનો હરમિત દેસાઈ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ સુધીની સફર નક્કી કરી ચૂક્યો છે. હવે હરમિત દેસાઈ આવનાર મે મહિનામાં સાઉથ આફ્રિકા ખાતે રમાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી ટેબલ ટેનિસમાં પ્રતિનિધિત્વ કરશે. હરમીતનું સિલેક્શન થતાં પરિવારમાં ખૂબ જ ખુશી અને આનંદ છવાઈ ગયો છે. 

હરમિતની માતા અર્ચના દેસાઈએ શું કહ્યું?

હરમિતની માતા અર્ચના દેસાઈએ જણાવ્યું હતું કે, હરમિતનું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલેક્શન થઈ જતા ખૂબ જ ગર્વ અને આનંદ થઈ રહ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલેક્ટ થવું અને ત્યારબાદ સાઉથ આફ્રિકાના ડરબન રમવા જવું એ ખૂબ જ મોટી વાત છે. સાથે એશિયામાંથી ક્વોલીફાય થવું વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એટલે ખૂબ જ મોટી વાત છે. કારણ કે એશિયામાં ટેબલ ટેનિસ માટે બધી જ મોટી કન્ટ્રીઓ છે. જેવી કે ચીન, હોંગકોંગ, મલેશિયા, જાપાન, કોરિયા, સિંગાપુર જેમાંથી આપણે ક્વોલિફાય થવું એ ખરેખર અમારા માટે ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે. હરમિત નાનપણથી જ સ્પોર્ટ્સમાં શોખ હતો. અમે તેને સપોર્ટ કર્યો છે. તેની સાથે રહ્યા છે. આજે તે પોતાના પગ પર ઉભો રહીને આગળ વધતો રહે છે. એટલે ખૂબ જ ગર્વ અનુભવ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Embed widget