Heart Attack: હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરતમાં એક જ દિવસમાં ત્રણ યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા
Heart Attack News: રાજ્યમાં ફરી એકવાર હાર્ટ એટેકથી મોતનો સિલસિલો શરૂ થયો હોય તેવા દ્રશ્યો સુરતમાંથી સામે આવ્યા છે
Heart Attack News: રાજ્યમાં ફરી એકવાર હાર્ટ એટેકથી મોતનો સિલસિલો શરૂ થયો હોય તેવા દ્રશ્યો સુરતમાંથી સામે આવ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, સુરતમાંથી આજે એકસાથે ત્રણ યુવાનો હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતોના આંકડા સતત વધી રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી આજે એક સાથે ત્રણ યુવાનોના હાર્ટ એટેકથી મોત થતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ ત્રણેય યુવાનો શહેરના જુદાજુદા વિસ્તારોમાં રહેતા હતા. શહેરના વેસુ વિસ્તારમાં 29 વર્ષીય વિપુલ કહારનું અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થયુ હતુ, મોત પહેલા વિપુલે જીમમાં કસરત કરી રહ્યો હતો. બીજો કિસ્સો શહેરના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે, અહીં કેદારનાથ પ્રસાદ નામનો શખ્સ સવારમાં મૉર્નિંગ વૉક કર્યા બાદ ઘરે આવ્યો હતો અને બાદમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતુ. જ્યારે ત્રીજુ મોત કાપોદ્રા વિસ્તારમાં 35 વર્ષીય જગ બહાદુર કમલનું થયુ હતુ. આ ત્રણેય યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા હતા.
હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું?
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ, નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ, મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.
શું કહે છે એક્સપર્ટ?
અધ્યયનના પ્રમુખ લેખક ડો યૂની ચોઇ કહે છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે જેટલું શક્ય હોય પ્રાકૃતિક ચીજોનું સેવન કરવું જોઇએ. પ્રોસેસ્ડ ચીજોની માત્રા ઓછું કરવી ઉત્તમ રહે છે. શક્ય હોય તેટલું ડાયટમાં નોન વેજ ઓછું કરી દો. આંકડા મુજબ દુનિયામાં સૌથી વધુ મોતનું કારણ હાર્ટ અટેક છે. આ સ્થિતિમાં જો નાની ઉંમરથી હાર્ટને હેલ્થી રાખતા ફૂડને ડાયટમાં સામેલ કરવાં આવે તો હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે.