Surat Rain Update: સુરતમાં બારે મેઘખાંગા, 2 દિવસમાં 13 ઇંચથી વધુ વરસાદ, જળબંબાકારની સ્થિતિ
Surat Rain: સુરતને છેલ્લા 2 દિવસથી મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. છેલ્લા 2 દિવસમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે.

Surat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. નવસારી, તાપી, વલસાડ સહિતના આસાપાસના વિસ્તારને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે, સૌથી વધુ વરસાદ સુરતમાં પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લામાં 13 ઇંચ વરસાદ વરસતા શહેર અને આસપાસના ગામડામાં જળબંબાકારની સ્થિતિ છે. સુરત જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં કામરેજમાં 10.7 ઈંચ વરસાદ વરસ્યો છે.
પલસાણામાં 8.2, બારડોલીમાં 6.6 ઈંચ, ઓલપાડમાં 5 ઈંચ, ચૌર્યાસીમાં 4.3 ઈંચ, સુરત જિલ્લાના માંડવીમાં 3.5 ઈંચ, ભરૂચ અને નવસારીમાં 3-3 ઈંચ,તાપી જિલ્લાના વ્યારામાં 3.7 ઈંચ વરસાદ વરસ્યો છે. ક્યાં કેટલો પડ્યો વરસાદ આંકડા પર કરીએ નજર
- સુરતમાં -13.6
- કામરેજ -10.7
- પલસાણા-8.2
- બારડોલી-6.6
- તીલકવાડા-6.0
- ડોલવણ -5.3
- બોરસદ -5.2
- ઓલપાડ-5.0
- ચૌર્યાસી -4.3
- વ્યારા -3.7
- માંડવી(સુરત)- 3.5
- નવસારી-3.3
- માંગરોળ-3.1
- ખંભાત -3.1
- ભરૂચ -3.0
- હાલોલ- 3.0
- વાલોદ- 2.9
- નસવાડી-2.8
- ગણદેવી -2.8
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદે રોડ રસ્તા અને ખેતરો જળમગ્ન કરી દીધા છે.માંડવીના અરેઠથી બોધાન જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. અરેઠથી બોધન થઈ બારડોલી જતો માર્ગ બંધ કરી દેવાયો છે. વરસાદને લઈને નદીમાં નવા નીરની આવક થતાં નદીઓ બે કાંઠે વહી રહી છે.
- મહુવા- 2.8
- ધંધુકા -2.7
- જલાલપોર-2.5
- પાવી જેતપુર-2.4
- ઉમરગામ-2.3
- ચીખલી -2.3
- નડિયાદ -2.2
- વાંકાનેર -2.1
- વિરમગામ-2.1
સુરત જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે. સુરતના બારડોલી શહેરમાં ધોધમાર વરસાદથી રોડ- રસ્તા પર પાણી ભરાતા છે જેનાથી લોકો હાલાકીનો સામલો કરી રહ્યાં છે. બારડોલીના નીચાણવાળા વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયા છે. ભારે પવન સાથે વરસાદથી ધારાસભ્યની ઓફિસ બહાર વૃક્ષ ધરાશાયી થયું છે. ઈશ્વર પરમારના કાર્યાલય નજીક વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. અનેક ઠેકાણે ભારે વરસાદના કારણે ભૂવા પડ્યાંછે.
- વાપી- 2.0
- આંકલાવ-2.0
- ખેરગામ-2.0
- વાલિયા -2.0
- ઉમરાળા-1.9
- ક્વાંટ -1.9
- કપરાડા -1.9
- વિસાવદર-1.9
- વલસાડ -1.9
- શિનોર -1.9
સાડા તેર ઈંચ વરસાદથી સુરત જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. હજું પણ નીર ઓસર્યાં નથી તેથી આજે પણ શાળામાં રજા જાહેર કરાઇ છે. નોંધનિય છે કે, સુરત જિલ્લાની શાળાઓમાં આજે સવારની પાળીમાં રજા બપોરની પાળીમાં સ્થિતિની સમીક્ષા બાદ નિર્ણય લેવા DEOની સૂચના અપાઇ છે. જો કે સુરત શહેર- જિલ્લામાં બોર્ડની પૂરક પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. બાળકો મુશ્કેલીમાં ન મૂકાય તેને લઈને તકેદારી રાખવા DEOની સૂચના અપાઇ છે





















