શોધખોળ કરો

Surat Rain: સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું

Surat Rain: પાર્ટી પ્લોટ અને ખુલ્લા મેદાનોમાં આયોજિત ગરબા સ્થળોએ પાણી ભરાયા. મજુરા ગેટ વિસ્તારમાં સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા.

Surat Rain: સુરત શહેરમાં આજે નવરાત્રિના આઠમા નોરતે સાંજથી શરૂ થયેલા વરસાદે ગરબા પ્રેમીઓની મજા બગાડી છે. ગાજવીજ સાથે વરસેલા આ વરસાદે નવરાત્રિના આયોજનો પર પાણી ફેરવી દીધા છે.

શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે, અઠવાગેટ, પીપલોદ, પાર્લે પોઇન્ટ, ઉમરા ગામ, ડુમસ રોડ, વેસુ, નાનપુરા, મજુરા ગેટ, ઉધના, અડાજન અને રાંદેરમાં વરસાદ વરસ્યો છે.

વરસાદની અસર:

  • પાર્ટી પ્લોટ અને ખુલ્લા મેદાનોમાં આયોજિત ગરબા સ્થળોએ પાણી ભરાયા
  • મજુરા ગેટ વિસ્તારમાં સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા
  • વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
  • ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું

હવામાન વિભાગની આગાહી મુજબ વરસેલા આ વરસાદે નવરાત્રિના આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. સાંજે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ રાત્રે મુશળધાર બન્યો હતો, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

હવામાન વિભાગની આગાહી

નવરાત્રીના છેલ્લા દિવસોમાં આ વરસાદ ઉત્સવના માહોલમાં ભંગ પાડી શકે છે. જો કે, રાજ્યમાં નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, હાલમાં કમોસમી વરસાદની સંભાવના છે.

અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ રહેશે. આ સિસ્ટમને લીધે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પ્રથમ દિવસે: ઠંડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા, બીજા દિવસે: સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની સંભાવના.

ત્રીજા દિવસે: ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં સાંજના સમયે વરસાદની શક્યતા છે.

વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાન ઘટશે, ત્યારબાદ ફરી વધારો થવાની સંભાવના છે.

નોંધનીય છે કે આ સિઝનમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતાં 25% વધુ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ

દક્ષિણ ગુજરાતમાં આજે આઠમા નોરતે વરસાદી માહોલે નવરાત્રિ ઉત્સવમાં વિઘ્ન નાખ્યું છે. સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે ગરબા પ્રેમીઓની મજા બગડી શકે છે.

નવસારી જિલ્લાના ગણદેવી, બીલીમોરા અને ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે નવસારીમાં અનેક ગરબા ગ્રાઉન્ડ જળબંબાકાર થઈ ગયા છે. વીજળીના કડાકા-ભડાકા સાથે થઈ રહેલા વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat Rain: સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ચોરની અફવા અને અરાજકતા !Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કર્મના કુકર્મની કુદરતી સજા?Surat Rape Case | સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં  સૌથી મોટા સમાચારWeather Forecast | નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ: હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat Rain: સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
1 નવેમ્બરથી કેનેડામાં આ નિયમ બદલાઈ જશે, ભારતીય વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
1 નવેમ્બરથી કેનેડામાં આ નિયમ બદલાઈ જશે, ભારતીય વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી
Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી
Suryakumar Yadav:  ટીમ ઈન્ડિયા બાદ હવે સૂર્યકુમાર યાદવ આ ટીમ વતી રમશે,સામે આવી મોટી માહિતી
Suryakumar Yadav: ટીમ ઈન્ડિયા બાદ હવે સૂર્યકુમાર યાદવ આ ટીમ વતી રમશે,સામે આવી મોટી માહિતી
Embed widget