શોધખોળ કરો
Advertisement
સુરતની ચોંકાવનારી ઘટના, પિયરમાં જઈને પત્નીની હત્યા કરી પછી પતિએ તેના ઘરે જઈને ખાધો ફાંસો
મોહિની વાનખેડે પતિની દારૂની આદતને કારણે પારિવારિક ઝઘડાથી કંટાળીને પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી. મોહિની સાથે તે પોતાની બે માસુમ નાની દિકરીઓને પણ લઈ આવી હતી.
સુરતઃ સમગ્ર દેશમાં લોકો ધુળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે સુરતમાં ખેલાયો ખુની ખેલ હતો. દારૂના નશામાં પતિએ ચપ્પા વડે પત્નીને રહેંસી નાખ્યો હતો અને ત્યાર બાદ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પારિવારિક ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટના સુરતમાં ભટાર વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં બની હતી. મોહિની વાનખેડે પતિની દારૂની આદતને કારણે પારિવારિક ઝઘડાથી કંટાળીને પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી. મોહિની સાથે તે પોતાની બે માસુમ નાની દિકરીઓને પણ લઈ આવી હતી.
ધુળેટીના દિવસે મોહિનોનો પતિ દારૂના નશા મોહિતીના પિયરમાં પહોંચી ગયો હતો અને બંને બાળકોને પોતાની સાથે લઈ જવાની જીદ પકડી હતી. આ દરમિયાન પત્ની સાથે માથાકૂટ થતાં તેણે ચપ્પાના ઘા મારી દીધા હતા ત્યાર બાદ ત્યાંથી જતો રહ્યો હતો. મોહિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ટુંકી સારવાર અંતે તેનું મોત નિપજ્યું હતું.
પોલીસે પતિની શોધખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેણે પોતાના ભાડાના મકાનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement