શોધખોળ કરો
સુરતમાં યુવતીની છેડતી કરવાનું યુવકને ભારે પડ્યું? જાણો લોકોએ રોમિયોના શું કર્યાં હાલ?
યુવતીની છેડતી કરનાર આ રોડ રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. આ ટોળામાં મહિલા સાથે પુરુષ દ્વારા પણ આ રોમિયોને માર મારવામાં આવ્યો.
સુરતના લીંબાયત વિસ્તારમાં એક યુવતીની છેડતી કરનારા રોમિયોને લોકોએ જાહેરમાં ધોલાઈ કરી હતી. લોકોએ પોલીસની હાજરીમાં જ સજા આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં લોકોએ રોમિયોની જાહેરામાં ધોલાઈ કરીને પોલીસના હલાવે કર્યો હતો.
પોલીસ સુત્રો પ્રમાણે, સુરતના લિંબાયત વિસ્તારમાં એક રોમિયો દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી. આ છેડતી કરનાર યુવકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો. લિંબાયતના મારૂતિનગરમાં આ ઘટના બનતા મોટી સંખ્યામાં લોકોના ટોળાં વળ્યાં હતાં અને યુવતીની છેડતી કરનાર આ રોડ રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.
લોકોએ રોમિયોને ઝડપ્યા બાદ પોલીસને જાણ કરી હતી ત્યાર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોએ આ રોડ રોમિયોની પોલીસની હાજરીમાં પણ ધોલા કરી હતી અને સમગ્ર વિસ્તારને એક મેસેજ આપ્યો હતો કે, યુવતીની છેડતી કરનારને છોડવામાં આવશે નહીં અને તેને સજા આપવામાં આવશે.
આ ટોળામાં મહિલા સાથે પુરુષ દ્વારા પણ આ રોમિયોને માર મારવામાં આવ્યો હતો, જોકે પોલીસ આ રોમિયોની ધરપકડ કરી તેને પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઈ હતી અને તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement