શોધખોળ કરો

Surat: વીર નર્મદ યુનિવર્સિટીમાં ભાઈની જગ્યાએ બહેન પરીક્ષા આપવા બેઠી, ભાંડો ફૂટતા થઈ મોટી કાર્યવાહી

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરીક્ષા દરમિયાન ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન ડમી વિદ્યાર્થિની પકડાઈ હતી.

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરીક્ષા દરમિયાન ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન ડમી વિદ્યાર્થિની પકડાઈ હતી. વિધાર્થીઓની પરીક્ષામાં ચોરી કરવાની પેટર્ન બદલાઈ છે.  ભાઇને B.COMમાં પાસ કરાવવા માટે બહેન પરીક્ષા આપવા બેસી હતી. 

વિધાર્થીઓ કાપલી અને માઇક્રો ઝેરોક્ષની જગ્યાએ નવું ટ્રેન્ડ લાવ્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટીની પુરવણી ઘરે ચોરી ગયા. ઘરેથી તેમાં જવાબ લખીને બીજા દિવસની પરીક્ષામાં લઇને બેસતા પકડાયા હતા. ઘટનાની જાણ થતા VNSGU તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ જે યુવકનું પેપર આપવા બહેન બેસી હતી તે યુવકનું આખું જ પરિણામ રદ કરાયું છે. સાથે ત્રણ વર્ષ સુધી તે યુવક પરીક્ષામાં બેસી નહીં શકે. તથા ક્યાય પણ એડમિશન પણ નહિ મળે તેવી સજા આપવામાં આવી છે. ઓક્ટોબર-2022માં યુનિવર્સિટીની B.COM ની સેમેસ્ટર ત્રણની પરીક્ષા યોજાઇ હતી વિદ્યાર્થીઓને દંડ થતા સમગ્ર ઘટના બહાર આવી છે.

જાણો દેશભરમાંથી જૈન સમાજના લોકો કેમ પહોંચી રહ્યા છે પાલીતાણા

 પાલીતાણા શેત્રુંજી પર્વત પર ચાલી રહેલા વિવાદને દેશભરમાંથી જૈન સમાજના લોકો એકઠા થઈ રહ્યા છે. બેંગ્લોર, મહારાષ્ટ્ર, ચેન્નાઈ, કર્ણાટક સહિતના રાજ્યમાંથી જૈન સમુદાયના લોકો ભાવનગર આવી રહ્યા છે. હિન્દુ સમાજના બે સમુદાય વચ્ચે શેત્રુંજી પર્વત પર સૂરજ કુંડ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરને લઈ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે. આજે 20,000 થી વધુ જૈન સમુદાયના લોકો એકઠા થઈને મૌન રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવશે. તમને જણાવી દઈએ કે, પાલીતાણા શેત્રુંજી પર્વત જૈન સમાજ માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર રહેલું છે. દેશભરમાંથી પરિક્રમા માટે ભક્તો આવતા હોય છે.

પાલીતાણા ખાતે વિશાળ રેલી યોજાઈ

તો બીજી તરફ આજે પાલીતાણા ખાતે વિશાળ રેલી યોજાવાની છે. આ રૈલી શત્રુંજય ગિરિરાજની તળેટીથી કલેક્ટર કચેરીએ પહોંચશે. શત્રુંજય ગિરિરાજની પર્વતની તળેટીએ આતંક મચાવનારા, માઇનિંગ કરનારા, દારૃના અડ્ડા ચલાવનારા સામે તાકીદે પગલા લેવા આવેદનપત્ર આપશે. શ્રી શત્રુંજય મહાતીર્થ રક્ષા સમિતિએ જણાવ્યું છે કે, '૧૫ ડિસેમ્બરના ગિરિરાજ ઉપર ગેરકાયદેસર મંડળી રચી, દાદાગીરીપૂર્વક ભય અને ડરનું વાતાવરણ ઉભું કરીને સીસીટીવી, થાંભલા આદિની તોડફોડ કરી આતંક મચાવવાનું કૃત્ય તોફાની તત્વોએ આચર્યું હતું.  

વારંવાર માહિતગાર કરવા છતાં કોઈ પણ એક્શન લેવાયા નથી

અમદાવાદના તમામ સંઘોની અને યુવક મંડળોની બેઠકનું આયોજન 

આ ઉપરાંત અમદાવાદના તમામ સંઘોની અને યુવક મંડળોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિશાળ જન સંખ્યામાં શ્રી સંઘના ટ્રસ્ટીઓ, યુવાનો અને જૈન આગેવાન શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા.  શ્રી રાજનગરના તમામ સંઘો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આ મુખ્ય ૧૦ રજૂઆત ઉપર સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં ન આવે તો વિશાળ જનસંખ્યામાં આવતા રવિવાર ૨૫ ડિસેમ્બરના રોજ રેલીનું આયોજન કરવાનું નક્કી થયું છે. ઉલ્લેખનીય છે કે સુરત, મુંબઈ, બેંગલોર, ચેન્નઈ, રાજકોટ, જામનગર વિગેરે ભારતભરના અનેક જૈન સંઘો દ્વારા રાજનગર અમદાવાદના સંઘમાં જે નિર્ણય કરવામાં આવે તે મુજબ આગળ વધવાનું સમર્થન અપાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Embed widget