Indigo flights:સુરતથી હવે આ દેશોમાં જવું બનશે સરળ, ઈન્ડિગો એરલાઈન્સે શરૂ કરી ફ્લાઇટ
Surat News: સુરતથી હવે કમ્બોડિયા, ગુઆંગઝુ, માનચેસ્ટર જવું સરળ બનશે, ઈન્ડિગો એરલાઈન્સે સુરતના મુસાફરો માટે ફ્લાઈટ સેવા શરૂ કરી છે.

Surat News: સુરતથી દિલ્લી વાયા એક જ PNR કનેક્ટિંગ ફ્લાઈટ્સ શરૂ થશે.મુસાફરોને હવે દિલ્લી એરપોર્ટ પર ફરીથી ચેક-ઈન કરવાની જરૂર નહીં રહે. તેમનો સામાન સીધો અંતિમ મુકામ સુધી પહોંચી જશે. ઈન્ડિગોની આ નવી સુવિધાથી આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ અનુકૂળ બનાવી છે. સુરતથી હવે કમ્બોડિયા, ગુઆંગઝુ, માનચેસ્ટર જવું સરળ બનશે, ઈન્ડિગો એરલાઈન્સે સુરતના મુસાફરો માટે ફ્લાઈટ સેવા શરૂ કરી છે . ઉપરાંત સુરતના મુસાફરોને હવે લાંબી મુસાફરીમાં વધુ આરામદાયક અનુભવ મળશે.એક જ PNR સિસ્ટમથી ટ્રાન્સફર પ્રક્રિયા સરળ અને ઝડપી થશે.
ઓસ્ટ્રલિયાથી નવી દિલ્લી જતી ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ
ઑસ્ટ્રિયાના વિયેનાથી નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે દુબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટનું દુબઈમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પછી વિલંબ સાથે રવાના થયું હતું. આ ઘટના અંગે, એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "9 ઓક્ટોબર, 2025 ના રોજ, વિયેનાથી નવી દિલ્હી જતી ફ્લાઇટ AI154 ને શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે દુબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાન દુબઈમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું અને જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું."
પ્રવક્તાએ કહ્યું કે, બધા યાત્રીઓને ફ્લાઇટ લેઇટની માહિતી આપી દીધી હતી. તેમજ તેમને ભોજન આપવામાં આવ્યું હતું. ફ્લાઇટ ભારતીય સમય અનુસાર 8 વાગ્યાને 45 મિનિટે રવાના થઇ હતી.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, "અણધાર્યા વિલંબને કારણે થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. મુસાફરો અને ક્રૂની સલામતી એર ઇન્ડિયાની ટોચની પ્રાથમિકતા છે." અગાઉ, 4 ઓક્ટોબર, 2025 ના રોજ અમૃતસરથી રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI117, રેમ એર ટર્બાઇન (RAT) તૈનાત થયા પછી બર્મિંગહામમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરી હતી. એરલાઇને પુષ્ટિ આપી હતી કે બધી પાવર અને હાઇડ્રોલિક સિસ્ટમ્સ સામાન્ય રીતે કાર્યરત હતી.
એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિમાન બર્મિંગહામમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને કોઈ મુસાફરો કે ક્રૂને ઈજા થઈ નથી. વધુ તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, અને બર્મિંગહામથી દિલ્હી જતી પરત ફ્લાઇટ AI114 રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયા આ ઘટનાથી પ્રભાવિત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે. મુસાફરો માટે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.





















