શોધખોળ કરો
Advertisement
સુરતમાં જૂનાગઢથી આવેલા પરિવારના 3 લોકોને ક્વોરેન્ટાઈન સિક્કાના કારણે થઈ ગઈ શું તકલીફ ? જાણીને ચોંકી જશો
જૂનાગઢથી એક પરિવાર સુરત આવ્યો હતો. આ પરિવારના ત્રણ સભ્યોને ક્વોરેન્ટાઇનના સિક્કા મારવામાં આવ્યા છે.
સુરત: કોરોનાના કહેર વચ્ચે સુરતથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢથી એક પરિવાર સુરત આવ્યો હતો. આ પરિવારના ત્રણ સભ્યોને ક્વોરેન્ટાઇનના સિક્કા મારવામાં આવ્યા છે. આ સિક્કા હવે તેમના માટે માથાનો દુઃખાવો બન્યા છે. નોંધનીય છે કે, સુરતમાં આવતાં લોકોને સિક્કા મારીને ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે.
જૂનાગઢથી એક પરિવારના 3 સભ્યો સુરત આવ્યા છે. ત્યારે સુરતના એન્ટ્રી ગેટ પર હાથ પર ક્વોરેન્ટાઇનના સિક્કા મારવામાં આવ્યા છે. હવે સિક્કાની એલરજી થતા પરિવાર મુંઝવણમાં મુકાયો છે. સુરત શહેર માટે આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે. આ પરિવાર સરથાણા વિસ્તારમાં ક્વોરેન્ટાઇન થયો છે. મહિલા, પુરુષ અને બાળકીની ચામડી બળી જતાં પરિવાર દોડતું થઈ ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement