શોધખોળ કરો
Advertisement
કોરોનાથી સાજા થયેલા સુરતના આ બિઝનેસમેને પોતાની ઓફિસને જ બનાવી દીધી કોરોના હોસ્પિટલ
ખાનગી હોસ્પિટલમાં ખર્ચ વધારે આવતો હોય સામાન્ય લોકોને તે પોસાય તેમ હોતો નથી. આ માટે કાદર શેખે નક્કી પોતાની ઓફિસને જ કોરોનાની હોસ્પિટલ બનાવી દીધી.
સુરતઃ ગુજરાતમાં અમદાવાદમાં બાદ હવે સુરત શહેરમાં કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં દિવસને દિવસે કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે શહેરના એક બિઝનેસમેને પોતાની ઓફિસને જ કોરોનાની હોસ્પિટલમાં ફેરવી નાંખી છે.
સુરતના બિઝનેસમેન કાદર શેખ પ્રોપર્ટી ડેવલપર છે. તેઓ કોરોના વાયરથી હમણાં જ રિકવર થયા છે. તેમણે પોતાની ઓફિસને જ 85 બેડની કોરોના હોસ્પિટલમાં ફેરવી નાંખી છે. ખાનગી હોસ્પિટલમાં ખર્ચ વધારે આવતો હોય સામાન્ય લોકોને તે પોસાય તેમ હોતો નથી. આ માટે કાદર શેખે નક્કી પોતાની ઓફિસને જ કોરોનાની હોસ્પિટલ બનાવી દીધી.
નોંધનયી છે કે, ગુજરાતમાં ગઈકાલે 24 કલાકમાં વધુ 1159 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 દર્દીઓનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 60,285 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2418 પર પહોંચ્યો છે. આજે વધુ 879 દર્દીઓ સાજા થયા હતા. આ સાથે અત્યાર સુધી કુલ 44074 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં હાલ 13793 એક્ટિવ કેસ છે, જેમાંથી 84 વેલ્ટીલેટર પર છે અને 13709 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 44074 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 7,38,073 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં રિકવર રેટ 73.11 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement