શોધખોળ કરો
Advertisement
સુરતમાં આજે કેજરીવાલનો મેગા રોડ શો, મનપામાં ભવ્ય જીતની કરશે ઉજવણી
બપોરે ત્રણ વાગ્યે સુરતના વરાછા મીનીબઝાર માનગઢ ચોકડીથી રોડ-શો યોજશે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ ખુદ દિલ્લીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ સુરત આવશે. કેજરીવાલ સવારે 8 વાગ્યે સુરત એયરપોર્ટ ખાતે આવી પહોંચશે. જ્યાં આપના નેતાઓ કેજરીવાલનું સ્વાગત કરશે.
ત્યારબાદ એયરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ જશે. સર્કિટ હાઉસ ખાતે કેજરીવાલ સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યે સુરતના વરાછા મીનીબઝાર માનગઢ ચોકડીથી રોડ-શો યોજશે.
આ રોડ શો માનગઢ ચોકથી શરૂ થઈ હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા થઈ સરથાણા જકાતનાકા ખાતે રોડ શો પૂર્ણ થશે. જ્યાં કેજરીવાલ એક જનસભાને સંબોધન કરશે. તો સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ફરી દિલ્લી જવા રવાના થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement