(Source: ECI/ABP News/ABP Majha)
SURAT : કામરેજમાં માત્ર 30 મિનિટ પડેલા વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાયા, 35 જેટલી સોસાયટીના રહીશો મુશ્કેલીમાં
Surat News : કામરેજ હાઇવેને અડીને આવેલા સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાય ગયા હતા. દર વર્ષે કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી રહે છે.
Surat : સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં માત્ર 30 મિનિટના વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. હાઇવેને અડીને આવેલા સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ગયા. જેને કારણે 35 જેટલી સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
સુરતના તાલુકાઓમાં સવારથી જ વરસાદ
હવામાન વિભાગ ની દક્ષિણગુજરાતમાં 5 દિવસની આગાહીને પગલે સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે 19 જૂને વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. સુરતના કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં સવારે 6.00 વાગ્યા થી 12.00 વાગ્યા સુધીમાં લગભગ 18 એમ.એમ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે માત્ર 18 એમ.એમ.વરસાદમાં જ કામરેજ વિસ્તારમાં પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી.
કામરેજ ચાર રસ્તામાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા
કામરેજ હાઇવેને અડીને આવેલા સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાય ગયા હતા. દર વર્ષે કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી રહે છે. સર્વિસ રોડની આસપાસ આવેલી મારુતિનગર, ગોકુલનગર, ગુરુકૃપા સહિતની 35થી વધારે સોસાયટીના 8000થી વધુ રહીશોને સર્વિસ રોડ પણ પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
પ્રશાસનના આંખ આડા કાન
સ્થાનિકો દ્વારા પાણી ભરાવાને લઈ હાઇવે ઓથોરિટી,કામરેજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં વારંવાર રજુઆત કરી ચુક્યા છે. પરંતુ પ્રશાસનની આંખ આડા કાન કરવાની નીતિને કારણે 8000 લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે.
નાગરિકો સહીત વેપારીઓ પણ મુશ્કેલીમાં
સર્વિસ રોડ પર હોસ્પિટલ તેમજ કોમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્ષ પણ આવેલા છે. જેમને થોડો વરસાદ પડતા જ દુકાન બંધ કરી દેવાની સ્થિતિ ઉભી થાય છે. તેમજ હોસ્પિટલ આવતા દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે.
સુરતમાં 7માં ધોરણમાં ભણતી તરૂણી પર બળાત્કાર
સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ખટોદરા વિસ્તારમાં 14 વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચવામાં આવ્યું છે. તરૂણી ધોરણ-7માં અભ્યાસ કરે છે. સફી યુનુસ બિસ્મીલાહ નામના વ્યક્તિએ બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. હાલમાં ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની પૂછપરછ શરૂ કરી છે, તો બીજી તરફ ભોગ બનનાર તરૂણીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આરોપી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.