શોધખોળ કરો

સુરતઃ બ્યુટીપાર્લરનું કામ કરતી યુવતીને હોટલમાં લઈ જઈને યુવકે બાંધ્યો શરીર સંબંધ, કેવી રીતે આવ્યા હતા સંપર્કમાં?

શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી અને બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને નિલ ચાંદ ગડિયા નામના શખ્સે ઓનલાઇન કોન્ટેક્ટ કર્યો હતો. તેમજ તેનો સંપર્ક કરી ડુમસની હોટલમાં બોલાવી હતી અને અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

સુરતઃ શહેરમાં બ્યુટીપાર્લરમાં કામ કરતી યુવતીને હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા મચી ગઈ છે. આજે આ જ પ્રકારની અલગ અલગ બે બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. જેમાં બંને યુવતીઓ બ્યુટીપાર્લરનું કામ કરે છે, તેમજ બંને આરોપીઓ પૈસાની લેતી-દેતીમાં સંકળાયેલા છે. પહેલા કેસની વિગતો જોઇએ તો શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી અને બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને નિલ ચાંદ ગડિયા નામના શખ્સે ઓનલાઇન કોન્ટેક્ટ કર્યો હતો. તેમજ તેનો સંપર્ક કરી ડુમસની હોટલમાં બોલાવી હતી અને અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ શખ્સે રોકાણના નામે યુવતી પાસેથી 4.30 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી છે. આ જ પ્રકારની બજા કેસની વાત કરીએ તો, અમરોલી સ્થિત મોટા વરાછા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીનો તેની બહેનાના ઘરે આવતા યુવક સાથે પરિચય થયો હતો. આ પછી યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી હતી. તેમજ યુવતીને બ્યુટી પાર્લર ખોલવા પૈસાની જરૂર હોય, તેને વ્યાજે રૂપિયા આપી મદદ કરી હતી. યુવતી સમયસર વ્યાજ ચૂકવી દેતી હતી, પરંતુ યુવકની નજર યુવતી પર હતી. જેથી એક દિવસ વ્યાજ મુદ્દે વાત કરવાનું કહીને યુવતીને કતારગામ બોલાવી હતી. અહીં તેને કારમાં બેસાડી કોલ્ડ્રિંક્સ પીવડાવ્યું હતું. જેમાં તેણે પહેલાથી ઘેની પદાર્થ ભેળવી દીધું હતું. પીણું પીવડાવ્યા પછી યુવક યુવતીને વરાછાની હોટલમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તેને ધમકી આપી હતી કે, આ અંગે કોઈને વાત કરશે તો તે તેના પતિને કહી દેશે તેમજ તેને બદનામ કરી નાંખશે. એટલું જ હનીં, તેણે તેના પિતાને મારી નાંખવાની અને દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી. જેથી યુવતી ડરી ગઈ હતી. બળાત્કાર પછી યુવતી ચૂપ રહેતા વ્યાજખોરની હિંમત વધી ગઈ હતી અને તેને વારંવાર ધમકી આપી અલગ અલગ જગ્યાએ તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં, તે બ્યુટી પાર્લર જઈને હંગામો પણ કરતો હતો અને તેને પરેશાન કરતો હતો. એક વર્ષ સુધી સહન કર્યા પછી યુવતીની ધીરજ ખૂટતા તેણે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી ફરાર થઈ ગયો છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget