સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે. આગની ઘટનામાં કાપડનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો

સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટનું આખું બિલ્ડીંગ આગની ઝપેટમાં આવ્યું હતું. આગની ઘટનામાં હજુ જાનહાનિના કોઈ સમાચાર નથી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે. આગની ઘટનામાં કાપડનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. પાંચ કિલોમીટર દૂર સુધી આગના ધૂમાડા દેખાયા હતા.
આગની ઘટનામાં ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. સુરત શહેરના તમામ ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી હતી. શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી આગ આઠમાં માળ સુધી પ્રસરી હતી. ફાયર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આગને કાબૂમાં લેવામાં કલાકોનો સમય લાગી શકે છે. ઑક્સિજન માસ્ક પહેરી આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. એક વેપારીએ દાવો કર્યો હતો કે પાંચ લાખ રૂપિયાની રોકડ બળીને ખાખ થઇ ગઇ છે. આગને કાબૂમાં લેવામાં અંદાજે 8 કલાકનો સમય લાગી શકે છે. મહત્વના દસ્તાવેજ અને કોમ્પ્યુટર બળીને ખાખ થઇ ગયા હતા. માર્કેટમાં લાગેલી આગથી બેદરકારીના સવાલ ઉઠ્યા હતા. ફાયર સિસ્ટમ કાર્યરત ન છતાં કેવી રીતે એનઓસી આપવામાં આવે છે.
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી. આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
બનાસ ડેરી નજીક કારમાં આગ
બનાસકાંઠાના પાલનપુરની બનાસડેરી નજીક કારમાં આગ લાગી હતી. બનાસડેરી નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક જ કારમાં આગ લાગી હતી. સમય સૂચકતા દાખવી કાર ચાલક કારમાંથી કૂદી જતા તેનો આબાદ બચાવ થયો હતો. કારમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. કારમાં આગ લાગતા કાર બળીને થઈ ખાખ થઇ ગઇ હતી.





















