શોધખોળ કરો
Advertisement
સુરતમાં કોરોનાનો પ્રકોપ વધ્યો, વધુ 13 દર્દીએ ગુમાવ્યો જીવ, કુલ મૃત્યુઆંક 220
સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૧૯૫ વ્યક્તિઓના મોત થયા હતા. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં ૩૨૨ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
સુરતઃ સુરત જિલ્લામાં કોરોનાના પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં સુરત શહેરમાં 190 અને જિલ્લામાં 58 મળીને કુલ 248 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરમાં કતારગામના ચાર, લિંબાયતના બે, પાંડેસરાના એક, પુણા ગામના એક અને મીનીબજારના એક દર્દી મળીને કુલ 9 દર્દી અને ગ્રામ્યમાં કામરેજના બે અને બારડોલી તેમજ ઇચ્છાપોરના 4 મળીને સુરતમાં કુલ 13 દર્દીના મોત થયા છે. સુરત જિલ્લામાં કુલ કોરોનાના કેસની સંખ્યા 5967એ અને કુલ મૃત્યુઆંક 227 થયો છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર પુણાગામમાં રહેતા 62 વર્ષીય વૃધ્ધાને ગત તા.20મીએ, મીની બજારામાં રહેતા 85વર્ષીય વૃધ્ધને ગત તા.25મીએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પાંડેસરામાં રહેતા 46 વર્ષીય મહિલાને ગત તા.1લીએ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યારે કતારગામની 60 વર્ષની વૃધ્ધાને તા.૨૩મીએ, લિંબાયતના 70 વર્ષના વૃદ્ધને તા.1લીએ, ગોટાલાવાડીના 59 વર્ષની પ્રૌઢાને તા.21મીએ, શાસ્ત્રીચોક લિંબાયતની 48 વર્ષની મહિલાને તા.28મીએ, કતારગામની 75 વર્ષની વૃધ્ધાને તા.1લીએ અને કતારગામના 62 વર્ષના વૃધ્ધને તા.21મીએ દાખલ કરાયા હતા. આ દર્દીના નવી સિવિલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. પાંડસરાના કેસમાં ફેંફસા અને કેન્સર, પુણાગામના કેસમાં ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, હૃદય અને મીની બજારના કેસમાં બ્રેઇન સ્ટ્રોકની બિમારી હતી.
જ્યારે સુરત જિલ્લામાં કામરેજના પાસોદરાની 50 વર્ષીય મહિલા, ઇચ્છાપોરના 54 વર્ષના આધેડ, કામરેજના નનસાડના 33 વર્ષીય યુવાન અને બારડોલીના બાબેનની 75 વર્ષની વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત થયુ હતું.
સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૧૯૫ વ્યક્તિઓના મોત થયા હતા. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં ૩૨૨ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૨૨૫- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૨- વેન્ટિલેટર, ૩૧- બાઈપેપ અને ૧૮૨ દર્દીઓ ઓક્સિજન પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
રાજકોટ
ક્રિકેટ
Advertisement