શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા શહેરમાંથી મુંબઈ સુધી ક્રૂઝની શરૂઆત કરાઈ? એક વ્યક્તિનું કેટલું છે ભાડું? જાણો વિગત
ગુજરાત સરકારે 15 નવેમ્બરથી સુરત અને મુંબઈ વચ્ચે ક્રૂઝની સર્વિસ શરૂ કરી છે. 300 વ્યક્તિઓની ક્ષમતાવાળી ક્રૂઝનું ભાડું 3થી 5 હજારની વચ્ચે રાખવામાં આવ્યું છે.
સુરતઃ ગુજરાત સરકારે 15 નવેમ્બરથી સુરત અને મુંબઈ વચ્ચે ક્રૂઝની સર્વિસ શરૂ કરી છે. ક્રૂઝની આ સેવા સુરતથી મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક સુધી રહેશે. શુક્રવારે સુરતના એસ્સાર જેટીથી આ ક્રૂઝની સર્વિસને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. ક્રૂઝમાં 20 એસી રૂમ, રેસ્ટોરન્ટ, પાર્ટી હોલ, સ્લીપિંગ એરેન્જમેન્ટ અને મનોરંજનની સેવા આપવામાં આવી છે.
સુરત-મુંબઈ વચ્ચે ‘મુંબઈ મેઈડન’ નામની ક્રૂઝ સેવાનો શરૂઆતના ધોરણે અઠવાડિયામાં એક વખત લાભ આપવામાં આવશે. ફેરી સર્વિસ દર ગુરૂવારે બાંદ્રા-વર્લી સી લિંકથી સાંજે 5 વાગ્યે નીકળશે અને શુક્રવારે સવારે 9 વાગ્યે હજીરા જેટી પહોંચશે. જે ફરી મુંબઈ જવા શુક્રવારે સાંજે 5 વાગ્યે રવાના થશે અને શનિવારે સવારે 9 વાગ્યે મુંબઈ પહોંચશે.
ક્રૂઝમાં 20 એસી રૂમ, રેસ્ટોરન્ટ, પાર્ટી હોલ, સ્લીપિંગ એરેન્જમેન્ટ અને મનોરંજનની સેવા આપવામાં આવી છે. ક્રૂઝમાં ટૂ લેવલ અને અપરડેક મળી 3 ડેકની સુવિધા પ્રવાસીઓને મજા લઈ શકશે. ઈન્ડિયન અને કોન્ટિનેન્ટલ ફૂડની પણ મજા માણી શકાશે. હાલ 200 વ્યક્તિઓની ક્ષમતાવાળી ક્રૂઝનું ભાડું 3થી 5 હજારની વચ્ચે રાખવામાં આવ્યું છે તેવું સ્થાનિકોમાં ચર્ચા છે.#EssarPorts, one of India’s largest commercial port operators, is proud to have built Hazira Passenger Ferry Terminal. As the service gets flagged off today, we look forward to working on more projects, & revolutionising coastal transportation in India! https://t.co/YfFrLuZL3r pic.twitter.com/FXIqDL4ONi
— Essar (@Essar) November 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement