શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ સાધિકા પર બળાત્કારના કેસમાં નારાયણ સાઇ દોષિત, 30મીએ સજાનું એલાન
સુરત સેશન્સ કોર્ટના જજપી.એસ. સંઘવીએ નારાયણ સાઇ સામેના બળાત્કાર કેસમાં આપ્યો મોટો ચૂકાદો, કોર્ટે સાઇને દોષિત જાહેર કર્યા
સુરતઃ ચકચારી નારાયણ સાઇ બળાત્કારના કેસમાં કોર્ટે ચુકાદો આપી દીધો છે. સુરત સેશન્સ કોર્ટે સાધિકા પર બળાત્કારના કેસમાં નારાયણ સાઇને દોષિત જાહેર કર્યા છે. તેમની સાથે સાથે નારાયણ સાઇની સાધિકા ગંગા-જમના અને સાધક હનુમાનને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જોકે, તેમની સજાનું એલાન 30મી એપ્રિલના રોજ થશે. સેશન કોર્ટના જજ પી.એસ. ગઢવીએ આ ચુકાદો આપ્યો છે.
આજે ચુકાદો આવવાનો હોઇ મોટી સંખ્યામાં સાધકો કોર્ટની બહાર ઉમટી પડ્યા હતા. ચૂકાદા પહેલા નારાયણ સાઇના વકીલે આજે આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેમના પક્ષમાં ચુકાદો આવે એવી આશા છે. જોકે, કોર્ટે નારાયણ સાઇને દોષિત જાહેર કર્યા છે. હવે નારાયણ સાઇને કેટલી સજા થાય છે, તે જોવાનું રહ્યું.
નારાયણ સાઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં સાધક પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ થઈ હતી. પીડિતાનો આરોપ હતો કે નારાયણ સાઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ નારાયણ સાઈ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે નારાયણ સાઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી. દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાઈ વિરુદ્ધ નોંધાયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion