Navsari: ખુલ્લી ગટરમાં પાલિકા પ્રમુખ-ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતા ખાબક્યા? જાણો પાલિકા પ્રમુખે શું કર્યો દાવો?
પાલિકા પ્રમુખે પડ્યા હોવાની વાત નકારી હતી. ત્યાં ઉભા રહેલા ત્રણ લોકો ગટરમાં પડતા એમની મદદ માટે ઉતર્યા હોવાનો પાલિકા પ્રમુખે દાવો કર્યો હતો.
નવસારીઃ ગુજરાતમાં ગઈ કાલે તૌકતે વાવાઝોડુ ત્રાટક્યું હતું. આ વાવાઝોડાને પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો હતો. તેમજ અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા હતા. ત્યારે નવસારીમાં વરસાદી પાણીના ભરાવાને લઈને તપાસ અર્થે જતા વિઠ્ઠલ મંદિર પાસે આવેલ ખુલ્લી ગટરમાં પાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતા ખુલ્લી ગટરમાં પડ્યા હતા. જોકે, પાલિકા પ્રમુખે પડ્યા હોવાની વાત નકારી હતી. ત્યાં ઉભા રહેલા ત્રણ લોકો ગટરમાં પડતા એમની મદદ માટે ઉતર્યા હોવાનો પાલિકા પ્રમુખે દાવો કર્યો હતો.
Banaskantha : મોડી રાત્રે વાવાઝોડાને કારણે વીજ ડીપીમાં લાગી આગ, મચી અફરા-તફરી
થરાદઃ બનાસકાંઠા ગઈ કાલે રાતે વાવાઝોડું ત્રાટક્યું હતું. ગુજરાતમાં તબાહી મચાવનાર તૌકતે વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી હતી. થરાદના બાલાજી નગર સોસાયટીમાં મોડી રાત્રે વાવાઝોડાના કારણે વીજ ડીપીમાં આગ ફાટી નીકળી હતી.
ડીપીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સોસાયટીના રહીશો દ્વારા જી. ઈ. બી.માં અને ફાયર ટીમને જાણ કરતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. વીજ ડીપીમાં આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી.
Cyclone Tauktae : સૌરાષ્ટ્રના કયા શહેરમાં જર્જરિત મકાનો થયા ધરાશાયી?
સુરેન્દ્રનગર: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જિલ્લાના લીંબડીમાં જર્જરિત મકાનો ધરસાયી થયા હતા. ભારે પવન સાથે વરસાદને કારણે જુના મકાન અને દીવાલ ધરસાયી થઈ હતી.
શહેરની સંઘવી શેરી, આઝાદ ચોક , અંકલેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ જર્જરીત મકાનની દિવાલો ધરાશાયી થઈ હતી. હજુ પણ અંનેક જર્જરીત મકાનો ધરાશયી થવાની સંભાવના છે. ભારે પવન અને વરસાદી માહોલમાં મકાન ધરસાયી થયા છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં અને ગામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે.