શોધખોળ કરો
Advertisement
ઉત્તરાયણના પર્વને લઈ સુરતના ફ્લાયઓવર બ્રિજ પર 2 દિવસ ટુ વ્હિલર ચલાવવા પર પ્રતિબંધ
સુરતમાં ફ્લાય ઓવર બ્રીજ પર આગામી બે દિવસ ટુ-વ્હીલર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈ સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
સુરત: સુરતમાં ફ્લાય ઓવર બ્રીજ પર આગામી બે દિવસ ટુ-વ્હીલર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈ સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બાઈક પર સેફ્ટી ગાર્ડ હશે તો બ્રીજ પરથી અવર-જવર કરી શકાશે. તાપી નદી પરના ફ્લાયઓવર બ્રીજ પર અવરજવર પર રોક નથી લગાવવામાં આવી. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી ઉત્તરાયણના પર્વે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે.
ઉત્તરાયણના બે દિવસ માટે સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પરથી ટુ- વ્હીલર વાહન ચાલકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પતંગના દોરાના કારણે વાહન ચાલકોને થતી ગંભીર પ્રકારની ઇજા અને લોકોની સલામતી તેમજ સુરક્ષાના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વ દરમ્યાન સુરતમાં કાયદો વ્યવસ્થા જાળવવા સુરત પોલીસ ને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
પોલીસ કમિશનરે કહ્યું કે શહેરીજનોની સલામતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લોકો શાંતિભર્યા માહોલમાં ઉત્તરાયણનો પર્વ ઉત્સાહ અને ઉમંગથી માણી શકે તે માટે સુરત પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સજ્જ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
ગુજરાત
બિઝનેસ
Advertisement