દક્ષિણ ગુજરાતના વધુ એક ભાજપના દિગ્ગજ નેતાનું કોરોનાની સારવાર દરમિયાન થયું મોત, જાણો કોણ છે આ નેતા?
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભાજપના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુનાફ માસ્તરનું નિધન થયું છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર હેઠળ હતા મુનાફ માસ્તર. આજે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા.ગણદેવી તાલુકામાં સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખાતા હતા મુનાફ માસ્તર.
સુરતઃ ગુજરાત(Gujarat)માં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. કોરોનાના દૈનિક કેસો 6 હજારને પાર થઈ ગયા છે. બીજી તરફ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભાજપ(BJP)ના વધુ એક નેતાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, નવસારી(Navsari) જિલ્લાના ગણદેવી તાલુકામાં ભાજપના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુનાફ માસ્તર (Munaf Mastar)નું નિધન થયું છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર હેઠળ હતા મુનાફ માસ્તર. આજે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા.ગણદેવી તાલુકામાં સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખાતા હતા મુનાફ માસ્તર.
ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં ભાજપના નેતાનું કોરોનાથી મોત થતાં પરિવાર અને સમર્થકોમાં શોકની લાગણી ફરી વળી છે. મળતી વિગતો પ્રમાણે, લીંબડી નગરપાલિકાના ભાજપના સદસ્યનું કોરોનાથી મોત નિપજ્યું છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલ વોર્ડ નંબર - ૫ ના ડાયાભાઇ ખાંદલાનું કોરોનાથી મોત નીપજ્યું છે. ડાયાભાઈ થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવતા લીંબડી કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન લીંબડી નગરપાલિકાના સદસ્યનું નિધન થયું છે.
આ પહેલા તાપીમાં વાલોડ (Valod) તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વાલોડ ગામના સરપંચ નિધન થયું હતું. કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાલોડના સરપંચ જ્યોતિબેન નાયકા (Jyotiben Nayaka)નું સારવાર દરમ્યાન નિધન થતાં તાપી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં શોકની લાગણી ફરી વળી છે.
અગાઉ તાપીમાં ભાજપના નેતા (BJP leader)નું કોરોના પોઝિટિવ આવ્યા પછી સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રીનું બારડોલી(Bardoli) ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. મહામંત્રી મોહનભાઇ ગામીત (Mohanbhai Gamit)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે કોરોનાથી મૃત્યુ થયું હોવાની વાતની પુષ્ટિ કરી છે.