Surat: સુરતના પોસ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં પહોંચી પોલીસ, કબાટનો દરવાજો ખોલાતા જ સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો
સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા નકલી દારૂ બનાવવાના કારખાનામાં પોલીસે છાપો મારી એક આરોપીની ધરપકડ કરી હતી.
સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા નકલી દારૂ બનાવવાના કારખાનામાં પોલીસે છાપો મારી એક આરોપીની ધરપકડ કરી હતી. ફ્લેટમાં આવેલ બેડરૂમમાં લોખંડના ફોલ્ડિંગ કબાટમાંથી પોલીસને 85 વિદેશી બ્રાન્ડની દારૂની બોટલ,દારૂ ભરેલ કેરબો,145 ખાલી બોટલ,સ્ટીકર સહિત 2.38 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સૈયદપુરા વિસ્તારના સીરાજ દ્વારા તમામ મુદ્દામાલ આરોપીને પૂરો પાડવામાં આવતો હતો.આરોપી દ્વારા અસલી દારૂમાંથી બ્રાન્ડેડ ખાલી બોટલમાં નકલી દારૂ ભરી વેચાણ કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં આવ્યું છે.
દિલીપ ઓમ પ્રકાશ શર્મા નામનો શખ્સ નકલી વિદેશી દારૂ વેંચતો હતો
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ દારૂબંધી માત્ર કહેવાની વાતો છે. દારૂનું સેવન કરનારા લોકો નશો કરતા પહેલા જરાય વિચારતા ના હોય કે જે દારૂનું તેઓ સેવન કરે છે તે અસલી છે કે નકલી ? કારણ કે સુરતમાં બંધ બારણે નકલી દારૂ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું છે. જે કતારગામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર પોલીસને માહિતી મળી હતી કે કતારગામના મગન નગર ખાતે આવેલા મારુતિ કોમ્પલેક્ષના એક એપાર્ટમેન્ટમાં દિલીપ ઓમ પ્રકાશ શર્મા નામનો શખ્સ નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ચલાવે છે.
145 જેટલી ખાલી બોટલો સહિત સ્ટીકર મળી આવ્યા
જે માહિતીના આધારે કતારગામ પોલીસની છાપો મારી આરોપી દિલીપ ઓમ પ્રકાશ શર્માને ઝડપી પાડ્યો હતો. આરોપીના એક બેડરૂમમાં રહેલા લોખંડના ફોલ્ડીંગ વાળા કબાટમાં તપાસ કરતા પોલીસને 85 જેટલી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલ,નકલી દારૂ ભરેલ કેરબો તેમજ 145 જેટલી ખાલી બોટલો સહિત સ્ટીકર મળી આવ્યા હતા. જ્યારે બીજા રૂમમાં તપાસ કરતા બ્રાન્ડેડ બોટલના સ્ટીકર,બોક્સ ઉપરાંતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
દારૂનું સેવન કરનારા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન કિસ્સો છે
આરોપીની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,દિલીપને આ તમામ મુદ્દામાલ સૈયદપુરાનો સીરાજ નામનો શખ્સ આપી જતો હતો.જેથી પોલીસે સીરાજ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.કતારગામ પોલીસે સ્થળ પરથી 2.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.જો કે દારૂનું સેવન કરનારા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન બનીને સામે આવ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં દારુબંધીના ફરી લીરેલીરા ઉડ્યા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial