(Source: ECI | ABP NEWS)
Narmada : જંગલ સફારી પાર્કમાં પોલીસે સિક્યરિટી ગાર્ડને કેમ કરી લાફાવાળી? સામે આવ્યા લાઇવ દ્રશ્યો
સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, સિક્યુરિટી ગાર્ડ સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસકર્મીઓ પાસેથી ટિકિટ માંગી રહ્યો છે, જેને લઈને એક પોલીસકર્મી તેની સાથે રકઝક કરે છે અને બંને વચ્ચે ઘર્ષણ થતાં પોલીસકર્મીએ તેનો કાઠલો પકડી લીધો હતો અને પછી લાફાવાળી કરી હતી. આ પછી અન્ય પોલીસકર્મીઓએ પણ તેને માર મારવા માંડ્યો હતો.

નર્મદાઃ કેવડિયા જંગલ સફારી પાર્કમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. જંગલ સફારી પાર્કમાં 6 પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં ઘુસતા સિક્યુરિટીએ ટિકિટ માંગતા ઘર્ષણ થયું હતું. પોલીસકર્મીઓએ ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, સિક્યુરિટી ગાર્ડ સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસકર્મીઓ પાસેથી ટિકિટ માંગી રહ્યો છે, જેને લઈને એક પોલીસકર્મી તેની સાથે રકઝક કરે છે અને બંને વચ્ચે ઘર્ષણ થતાં પોલીસકર્મીએ તેનો કાઠલો પકડી લીધો હતો અને પછી લાફાવાળી કરી હતી. આ પછી અન્ય પોલીસકર્મીઓએ પણ તેને માર મારવા માંડ્યો હતો.

મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી આ અંગે રજુઆત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે.