Surat: સુરતમાં આદ આદમી પાર્ટીના નેતા સામે જાણો કયા મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ
Surat: આમ આદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલ સામે વ્યાજખોરીનો આરોપ લાગ્યો છે. ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પાંડેસરા વિસ્તારના આપ નેતા ગૌતમ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે.
Surat: આમ આદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલ સામે વ્યાજખોરીનો આરોપ લાગ્યો છે. ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પાંડેસરા વિસ્તારના આપ નેતા ગૌતમ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. આજે 12 વ્યાજખોરોની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે આપ નેતા ગૌતમ પટેલને વોન્ટેડ જાહેર કરાયા છે. મળતી માહિતી પ્રમાણે ગૌતમ પટેલે 2 લાખ વ્યાજે આપ્યા હતા. જેના બદલામાં 4.50 લાખ વસુલયાહતા અને સાથે સાથે 12 લાખના પ્લોટની ફાઇલ કબજે કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વોન્ટેડ જાહેર કરાયેલા આપ નેતા ગૌતમ પટેલની પત્ની નીતા ગૌતમ પટેલ સુરત શહેર આપ મહિલા પ્રમુખ છે.
દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત રાખવા સંસદમાં કરી રજૂઆત
સાંસદ મિતેષ પટેલ દ્વારા સંસદ સત્ર દરમ્યાન India નામની જગ્યાએ ભારત અથવા ભારત વર્ષ રાખવા સદનમાં વિષય ઉઠાવ્યો છે. હાલ દિલ્હી સ્થિત શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. તે દરમ્યાન india નામ બદલવા રજુઆત કરવામાં આવી છે. અંગ્રેજોના સમયમાં ભારતને India નામથી સંબોધન કરવામાં આવતું હતું. ગુલામીના ચિન્હોને દૂર કરવા સંસદમાં રજુઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ઈન્ડિયા નામની જગ્યાએ દરેક ડોક્યુમેન્ટ પર ભારત અથવા ભારત વર્ષનું નામ આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં હજુ સુધી કેમ નથી પડી કડકડતી ઠંડી ?
ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો છે છતાં રાજ્યમાં ઠંડી પડતી નથી. આ દરમિયાન આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહશે અને વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં સામાન્યથી 5 ડિગ્રી તાપમાન ઊંચું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં હોવાના કારણે આ વર્ષે ઠંડી નહીંવત પડી રહી છે. આગામી થોડા દિવસ સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. હાલ કોઈ સિસ્ટમ સક્રીય નથી.
હવામાન વિભાગે થોડા દિવસ પહેલા જાહેર કર્યું હતું લોન્ગ ફોરકાસ્ટ
થોડા દિવસ પહેલા હવામાન વિભાગે લોન્ગ ફોરકાસ્ટ જાહેર કર્યું હતું. જે મુજબ ડિસેમ્બરમાં કોલ્ડ વેવની કોઈ આગાહી નથી. આગાહી પ્રમાણે ડિસેમ્બરમાં નોર્મલ તાપમાન કે તેનાથી વધુ તાપમાન રહી શકે છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ખરી ઠંડીનો અનુભવ થશે.