શોધખોળ કરો

Navsari : આધેડ નિર્વસ્ત્ર કરી હવસનો શિકાર બનાવે તે પહેલા 8 વર્ષીય બાળકી ઘરમાંથી ભાગી, કઈ તાલિમ આવી કામ?

8 વર્ષીય બાળકીને બોર આપવાની લાલચ આપી ઘરમાં બોલાવી 60 વર્ષીય આધેડે પૌત્રીની ઉંમરની બાળકીના કપડાં કાઢી નાખ્યા. જોકે, બાળકી સમયસૂચકતા વાપરી ઘરમાંથી નાસી ગઈ.

નવસારીઃ જિલ્લાના બીલીમોરોમાં 8 વર્ષીય બાળકી પર બળાત્કારના પ્રયાસની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. હવસખોર બાળકીને હવસનો શિકાર બનાવી તે પહેલા જ બાળકી ઘરમાંથી નાસી જતાં બચી ગઈ હતી. બાળકી હવસનો શિકાર થતાં બચવા પાછળનું કારણ તેને મળેલી તાલીમ હોવાનું સામે આવ્યું છે. ગુડ ટચ બેડ ટચના જાગૃતિ સેમિનાર સાર્થક થયો છે. બાળકીનો આ તાલિમ મેળવવાને કારણે બચાવ થયો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, ગણદેવી તાલુકાના એક ગામમાં સગીર બાળકી સાથે દુષ્કર્મ થતા રહી ગયો. 8 વર્ષીય બાળકીને બોર આપવાની લાલચ આપી ઘરમાં બોલાવી 60 વર્ષીય આધેડે પૌત્રીની ઉંમરની બાળકીના કપડાં કાઢી નાખ્યા. જોકે, બાળકી સમયસૂચકતા વાપરી ઘરમાંથી નાસી ગઈ. સમગ્ર ઘટના અંગે બીજા દિવસે બાળકીએ માતાને કહેતા પરિવારે ફરિયાદ આપી છે. બિલીમોરા પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

Ahmedabad : યુવતીને તેના જ સમાજના યુવકે અલગ અલગ હોટલમાં લઈ જઈ માણ્યું શરીરસુખ ને લગ્ન કરવાનું કહ્યું તો.....
 
અમદાવાદઃ શહેરના  બાપુનગરમાં યુવતીને તેના જ સમાજના યુવકે પ્રેમજાળમાં ફસાવીને અલગ અલગ હોટલોમાં લઈ જઈને અનેક વખત પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ યુવતી સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. યુવતીએ આ અંગેની પરીવારને જાણ કરી હતી. બાદમાં યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, બાપુનગરમાં રહેતી 27 વર્ષીય યુવતીને તેના જ સમાજના એક યુવકના સંપર્કમાં આવ હતી. વારંવાર સામાજિક પ્રસંગોમાં મળવાનું થતાં તેને યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને મોબાઇલ નંબરની આપલે કર્યા પછી મેસેજ અને ફોનથી વાતો કરતા હતા. આ સમયે યુવકે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને મળવા માટે બોલાવી હતી. 

યુવતી મળવા આવતાં યુવક તેને હોટલમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે શરીરસુખ માણ્યું હતું. આ સમયે યુવતીએ શરીરસુખ માટે ઇનકાર કર્યો હતો, પરંતુ આપણે લગ્ન કરવાના જ છે ને તેમ કહીને સંબંધ બાંધ્યા હતા. આ પછી તો યુવકને ઇચ્છા થાય ત્યારે તેને મળવા બોલાવતો હતો અને અલગ અલગ હોટલમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. 

દરમિયાન બે દિવસ પહેલા પહેલા યુવક અને યુવતી મળ્યા હતા. આ સમયે પણ યુવક તેને એક હોટલમાં લઈ ગયો હતો અને બંનેએ શરીરસુખ માણ્યું હતું. અહીં યુવતીએ લગ્નની વાત કરતાં જ યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને લગ્ન કરવા નથી તેમ કહીને ઝઘડો કરી ત્યાંથી નીકળી ગયો હતો. આમ, પોતાની સાથે દગ્ગો થયો હોવાનું જણાતા યુવતીએ પરિવારને વાત કરી હતી. આ પછી યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget