Surat: સુરતમાં બાળકના જન્મ બાદ થઈ ચોરી, 6 વર્ષ બાદ ફૂટ્યો ભાંડો, હવે બાળક પાલક માતાને છોડવા તૈયાર ન થતા પોલીસ ધર્મસંકટમાં મુકાઈ
સુરત: વર્ષ 2017 માં થયેલી નવ જાત શિશુની ચોરીનો ભેદ 2023મા ઉકેલાયો છે. 6 વર્ષ બાદ કામરેજ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. 108મા ફરજ બજાવતા ડોકટરે નવ જાત શિશુની કરી હોવાની માહિતી સામે આવી છે.
સુરત: વર્ષ 2017 માં થયેલી નવ જાત શિશુની ચોરીનો ભેદ 2023મા ઉકેલાયો છે. 6 વર્ષ બાદ કામરેજ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. 108મા ફરજ બજાવતા ડોકટરે નવ જાત શિશુની કરી હોવાની માહિતી સામે આવી છે. 6 વર્ષથી 108 ના ડોક્ટર અને તેની પત્ની બાળકના માતા પિતા બની પાલન પોષણ કરી રહ્યા હતા.
આ અંગે વિગતે વાત કરીએ તો, વર્ષ 2017ના જાન્યુઆરી માસમાં કઠોરના સુફ્યા બહેનના ઘરે કઠોર PHC માં દીકરાનો જન્મ થયો હતો. પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ થોડા કલાકોમાં જ ખુશી ગમમાં ફેરવાય ગઈ. બાળકની જન્મની રાત્રીના હોસ્પિટલમાં બાળકને ટીપા પીવડાવાના છે કહી ડોક્ટર જેવો લાગતો યુવાન બાળકને લઇ ગયો હતો. જોકે ઘણા સમય સુધી બાળકને લઈને પરત નહિં આવતા નવજાત શિશુના પરિવારજનો બાળકની શોધખોળમાં લાગી ગયા હતા. જોકે બાળક નહિં મળતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને બાળક ચોરીની ફરિયાદ નોંધી તપાસ કરી રહી હતી. જોકે પોલીસને સફળતા મળી ન હતી.
હવે 6 વર્ષ બાદ ગઈ કાલે કામરેજ પોલીસને બાતમી મળી હતી કે વર્ષ 2017 માં ચોરાયલું બાળક કરજણ ખાતે 108મા ડોક્ટર તરીકે ફરજ બજાવતા કમલેશ ઓડ અને તેની પત્ની નયના ઓડ પાસે છે. જેને લઇ કામરેજ પોલીસ વડોદરાના કરજણ જઈ તત્કાલિક બાળકનો કબ્જો લઇ આરોપી દંપતીની અટકાયત કરી હતી. આરોપી કમલેશ ઓડ વર્ષ 2017 માં કિમ ચાર રસ્તા ખાતે 108 માં ફરજ બજાવતો હતો. અને પત્ની નયના ઓડ સાથે કિમ ચાર રસ્તા વિસ્તારમાં રહેતા હતા. નયના ઓડને વારંવાર મિસ કેરેજની સમસ્યા થઇ રહી હતી. ચોરીની ઘટનાના થોડા માસ પહેલા પણ નયના ઓડ ગર્ભવતી થઇ હતી. પરંતુ મિસ કેરેજ થઇ ગયું હતું છતાં દંપતીએ મહિલા ગર્ભવતી હોવાનું તરકટ રચ્યું હતું.
પેટ પર કપડા બાંધી ગર્ભવતી હોવાનો સતત ડોળ કર્યો હતો. એટલું જ નહિ 7 મહિના બાદ પરિવારજનોને ભેગા કરી હિન્દૂ રિતિરિવાઝ મુજબ શ્રીમંતની વિધિ પણ કરી હતી અને ચતુરાયથી પોતાની માતાના ઘરે પણ એક મહિનો આરામ કરવા ગઈ હતી. જોકે આખરી માસમાં દવા કરાવવાની છે કહી ફરીથી પતિ સાથે કિમ ચાર રસ્તા ખાતે આવી ગઈ હતી. અને ત્યાર બાદ કઠોર PHC પર જઈ નવજાત શિશુને ટીપા પીવડાવાના છે કહી બાળકની ચોરી કરી લીધી હતી. અને ત્યાર બાદ થોડા સમય પછી કિમથી કરજણ ખાતે 108 માં બદલી કરાવી ત્યા રહી રહ્યા હતા.
જોકે કામરેજ પોલીસે ચોરી ગુનો તો ઉકેલી નાખ્યો પણ હાલ પોલીસ ધર્મ સંકટમાં પડી ગઈ છે. એક દિવસની ઉંમરે ચોરી થયેલા બાળકે કયારેય એની જન્મ આપનારી માતાને જોઈ નથી અને પાલક માતાને છોડવા બાળક તૈયાર નથી. જોકે જન્મ આપનારી માતા બાળકના મળી જવાથી ખુશ ખુશાલ છે અને અરજ કરી રહી છે કે એનું બાળક જેમ બંને તેમ જલ્દી મળી જાય અને આટલા વર્ષના વિરહનો અંત આવે.