શોધખોળ કરો

સુરતના હીરા બાગમાં ખાનગી બસમાં લાગી આગ, એક મહિલા સહિત બેનાં મોત 

સુરત હીરા બાગ ખાતે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની છે.  આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે.  તમામ મુસાફરોને સલામત નીચે ઉતારાયા હતા. ખાનગી બસમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા છે.

સુરત:  સુરત હીરા બાગ ખાતે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની છે.  આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે.  તમામ મુસાફરોને સલામત નીચે ઉતારાયા હતા. ખાનગી બસમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા છે.  બસના એન્જીનમાં અચાનક સ્પાર્ક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.  ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે. 

બસમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. એકાએક લાગેલી આગને કારણે આસપાસના લોકો પણ મુસાફરોને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે બસમાં સવાર મુસાફરોએ પણ પોતાના જીવ બચાવવા માટે બુમરાણ મચાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બસમાં આગ લાગવાની ઘટના બનતા સુરત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ACનું કમ્પ્રેસર બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બસમાંથી બે વ્યક્તિને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17119  કેસ નોંધાયા છે. બીજી તરફ 7883  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,66,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  10 મોત થયા. આજે 3,17,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5998, સુરત કોર્પોરેશનમાં 3563,  વડોદરા   કોર્પોરેશનમાં 1539,  રાજકોટ કોર્પોરેશનમાં 1336,  સુરતમાં 423,  ગાંધીનગર કોર્પોરેશનમાં 409, ભાવનગર કોર્પોરેશનમાં 399, મોરબી 318, વલસાડ 310, જામનગર કોર્પોરેશન 252, મહેસાણા 240, નવસારી 211, ભરુચ 206, કચ્છ 175, બનાસકાંઠા 163, વડોદરા 131, રાજકોટ 125, પાટણ 119, જૂનાગઢ કોર્પોરેશન 116, ભાવનગર 102, જામનગર 102, ખેડા 85, અમદાવાદ 80, સુરેન્દ્રનગર 78, અમરેલી 76, ગાંધીનગર 74, આણંદ 65, દાહોદ 62, સાબરકાંઠા 51, નર્મદા 48, પંચમહાલ 45, ગીર સોમનાથ 42, મહીસાગર 39, દેવભૂમિ દ્વારકા 34, પોરબંદર 30, તાપી 30, જૂનાગઢ 15, બોટાદ 12, અરવલ્લી 10, છોટા ઉદેપુર 3 અને ડાંગમાં 3 કેસ નોંધાયા છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 79600 કેસ છે. જે પૈકી 113 વેન્ટીલેટર પર છે, જ્યારે 79487 નાગરિકો સ્ટેબલ છે. 866338 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,174 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3,સુરત  કોર્પોરેશનમાં 2, સુરત 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વલસાડમાં  એક દર્દીનું મોત થયું છે.

ટોપ સ્ટોરી

Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Embed widget