શોધખોળ કરો

સુરતઃ બળાત્કારનો આરોપી નારાયણ સાઈ 7 વર્ષ પછી આવ્યો જેલમાંથી બહાર, જાણો કોનો માન્યો આભાર ? પોલીસ સાથે ક્યાં જવા થયો રવાના ?

આજે નારાયણ સાંઈ લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. નારાયણ સાઈને આવકારવા માટે અનુયાયીઓની ભીડ જામી હતી.

અમદાવાદઃ આશ્રમમાં ભણતી સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને જેલમાં બંધ આસારામનો પુત્ર નારાયણ સાંઈ સાત વર્ષે આજે શનિવારે જેલની બહાર આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને તેની માતાની સારવાર માટે 14 દિવસના પેરોલ આપ્યા છે. નારાયણ સાઈ પણ સુરતની સાધ્વી સામે બળાત્કારના આરોપમાં સુરતની લાજપોર જેલમાં નારાયણ સાંઈ છે. આજે નારાયણ સાંઈ લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. નારાયણ સાઈને આવકારવા માટે અનુયાયીઓની ભીડ જામી હતી. નારાયણ સાઈએ લોકોને ભીડ ન કરવા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. ડિસેમ્બર 2013માં બળાત્કારના કેસમાં નારાયણ સાંઈની હરિયાણાથી ધરપકડ થયા બાદ તે પહેલી વાર જેલની બહાર આવ્યો છે. સુરતની લાજપોર જેલમાંથી બહાર આવતાં જ નારાયણ સાંઈને જાપ્તા સાથે અમદાવાદ લઈને પોલીસ રવાના થઈ છે. નારાયણ સાંઈએ જેલમાંથી બહાર આવી જણાવ્યું હતું કે, સાત વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો છું. માતાની તબિયત માટે જામીન મળતા કોર્ટ અને રાજ્ય સરકારનો આભાર માનું છું. લોકોને આગ્રહ છે કે, વધુ ભીડ ડ ના કરે અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવે. કોવિડના નિયમોનું પાલન કરે તેવો હું લોકોને આગ્રહ કરું છું નારાયણ સાંઈએ માતાની તબિયત ખરાબ હોવાથી જામીન માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે ફર્લો જામીન મંજૂર કરતાં 5000 રૂપિયાના બોન્ડ જેલમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે. નારાયણ સાંઈએ આ અગાઉ પણ 10 દિવસના જામીન માટે અરજી કરી હતી પણ તેની અરજી નકારી કઢાઈ હતી. નારાયણ સાંઈએ હાઇકોર્ટમાં નવેસરથી અરજી કરી હતી કે, તેની માતાની તબિયત ખરાબ છે અને અગાઉ આવેલા હાર્ટ એટેકને લીધે હૃદય માત્ર 40 ટકા જ કામ કરે છે.તેણે પરિવારને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તેની અરજી સ્વીકારીને નારાયણ સાંઈને 5000 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરાવવાનો નિર્દેશ કરી ફર્લો મંજૂર કર્યા છે. સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે નારાયણ સાંઈના પિતા આશાસારામને આજીવન કેદની સજા ફટકારી છે. તે હાલ જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત

હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો,  મોદી સરકારે આપી મહત્વની જાણકારી

Embed widget