શોધખોળ કરો
સુરતમાં ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ, કોરોના દર્દીને ફટકાર્યું 11.50 લાખનું બિલ
મહતમ દર નક્કી છતા ખાનગી હોસ્પિટલો ફટકારે છે તોતિંગ બિલ.

કોરોનાની સારવાર માટે સરકારે મહત્તમ દર નકકી કર્યા હોવા છતા ખાનગી હોસ્પિટલ દર્દીઓ પાસેથી તોતિંગ બિલ વસૂલ કરતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં રહેતા હૈદર શેખને કોરોના થતા શહેરની ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં સ્ટાફ તરફથી યોગ્ય સારવાર કરવામા આવી ના હોવા છતા હોસ્પિટલ તરફથી દર્દીને સાડા અગિયાર લાખનું તોતિંગ બિલ ફટકારાયું હોવાનો દર્દીએ આરોપ લગાવ્યો છે. સુરત ના ઝાંપા બજાર માં રહેતા હૈદર શેખ ને કોરોના થયો હતો, ત્યારે હોસ્પિટલમાં ચાલતા ગયેલા હૈદર ભાઈ સ્ટ્રેચર પર ઘરે આવ્યા હોવાનો આરોપ છે. 24 દિવસ કોરોના સારવાર ચાલી હતી જેમાં ડોક્ટર હૈદર ભાઈ ને કોરોના વોર્ડમાં કોઈ જોવા માટે ન આવતા હતા. માત્ર વોર્ડ બોય દૂર થી જોઈ રવાના થઈ જતો હોવાનો આરોપ હૈદર ભાઈએ લગાવ્યો છે. કુલ 11.50 લાખ નું બિલ હોસ્પિટલ સંચાલક દ્વારા હૈદર ભાઈ ને આપવામાં આવ્યું હતું. કોરોના વોર્ડમાં દાખલ હૈદર ભાઈને ટોઇલેટ સાફ કરવા માટે પણ કોઈ કર્મચારી નહીં હોવાનો આરોપ છે. ઉપરાંત કોરોના દર્દીને ડરાવી ધમકાવી રાખવામાં આવતો હોવાનો જણાવાયું છે. જોકે હૈદર ભાઈ એ અન્ય કોઈ પરેશાન ન થાય તે માટે સરકાર ને અપીલ કરી છે અને આવી હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. તો બીજી તરફ હોસ્પિટલ સંચાલકે આ મામલે કંઈપણ કહેવાનો ઈંકાર કરી દીધો છે.
વધુ વાંચો





















