શોધખોળ કરો

ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા

સુરતમાં સચિન પોલીસે એક હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોલીસે આરોપી, તેની પત્ની અને તેને મદદ કરનાર મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતમાં સચિન પોલીસે એક હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ કેસમાં શરૂઆતમાં મૃતક ગણાતો વ્યક્તિ જ પોતાના મિત્રનો હત્યારો નીકળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, બે લાખ રૂપિયાનો વીમો પકવવા અને લોનના હપ્તામાંથી છૂટકારો મેળવવા માટે બે ટ્રકના માલિકે 'સસુરાલ સિમર કા' નામની ટીવી સિરિયલ જોઈને પોતાના જ 10 વર્ષ જૂના મિત્રની હત્યા કરી નાખી હતી. શરૂઆતમાં આરોપીએ પોતે જ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું નાટક રચ્યું હતું, પરંતુ પોલીસે CCTV ફૂટેજ અને CDR (કોલ ડિટેલ રેકોર્ડ)ની મદદથી સમગ્ર ષડયંત્રનો ભાંડો ફોડી નાખ્યો હતો. પોલીસે આરોપી, તેની પત્ની અને તેને મદદ કરનાર મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ટીવી સીરિયલ જોઈને બનાવ્યો પ્લાન 

નોંધનીય છે કે ગત 14 જૂલાઈના રોજ સણીયાથી ખંભાસલા ગામ તરફ જતા રોડ પર એક અજાણ્યા વાહનચાલકે શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રાને અડફેટે લઈ મોત નીપજાવ્યું હોવાની ઘટના બની હતી. સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. જોકે, ઘટનાસ્થળેથી કોઈ ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર પસાર થયા હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા. પોલીસ જ્યારે મૃતક શિવકુમારના ઘરે તેમની પત્ની મીનાદેવીને અકસ્માત મોતની જાણ કરવા પહોંચી ત્યારે તેમની પ્રતિક્રિયા શંકાસ્પદ લાગી હતી. પત્નીને પતિના મૃત્યુનો કોઈ અફસોસ નહોતો અને તે વારંવાર બે લાખ રૂપિયાના વીમાના રૂપિયા પૈસા ક્યારે મળશે તે વિશે પૂછતી હતી. આ વાતથી પોલીસને શરૂઆતથી જ શંકા ગઈ હતી.

પોલીસે આજુબાજુના CCTV કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું હતું. મંદિરના એક સીસીટીવી ફૂટેજમાં ટ્રક કઈ દિશામાંથી આવી હતી તેનો ટ્રેક મળ્યો હતો. અલગ-અલગ ટીમો બનાવીને રૂટ પરના કેમેરા ચેક કરવામાં આવ્યા. તપાસ દરમિયાન મરણ જનાર શિવકુમાર બનાવના આગલી રાત્રે પાંડેસરા, વડોદ ખાતે એક વ્યક્તિ સાથે એક્ટિવા પર દેખાયો હતો. આ ઉપરાંત કડોદરા-બારડોલી રોડ પર આવેલી સર્વોત્તમ હોટેલ પાસેના ઇન્ડિયન પેટ્રોલપંપના કેમેરામાં મૃતકની એક્ટિવા અને તેની ટ્રક શંકાસ્પદ રીતે જોવા મળી હતી. ટ્રકમાં મૃતક ડીઝલ ભરાવી એક અજાણ્યા ઇસમને ટ્રકમાં બેસાડી ત્યાંથી રવાના થયો હોવાનું સામે આવ્યું.

મિત્રની હત્યા કરી પોતાને મૃતક જાહેર કરવાનું  રચ્યું કાવતરુ 

મૃતકની પત્નીને પૂછપરછ કરતા તેણે પતિ પાસે બે સીમ કાર્ડવાળો મોબાઈલ હોવાનું અને ટ્રકમાં GPS હોવાનું જણાવ્યું હતું. પોલીસને એક મિસિંગ સીમ નંબર પણ મળ્યો હતો. ટ્રકનું GPS લોકેશન અને મિસિંગ સીમ નંબરની કોલ ડિટેલ તપાસતા શિવકુમારની પુણે ખાતે રહેતા મિત્ર મોનુ ગૌતમ સાથે વાતચીત થયાનું સામે આવ્યું હતું. સચિન પોલીસે તાત્કાલિક એક ટીમ પુણે રવાના કરી હતી. ત્યાં જઈને તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે જેને તેઓ મૃતક શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા સમજતી હતી તે જીવિત મળી આવ્યો હતો.

પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું કે, દેવાના બોજ તળે દબાયેલા શિવકુમાર ટીવી સિરિયલ 'સસુરાલ સિમર કા' જોતો હતો. આ સિરિયલમાં એક પાત્ર જીવંત હોવા છતાં મૃત્યુ પામ્યાનું જાહેર કરી વીમા પોલીસીના પૈસા લીધા હતા. આના પરથી શિવકુમારે પોતાની બે લાખ રૂપિયાની એલઆઇસીની વીમા પોલીસીના પૈસા પકવવા અને EMI ભરવામાંથી છૂટવા માટે આ કાવતરું રચ્યું હતું. તેણે પોતાના 10 વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદ શિવપ્રસાદ પાલ, જે સુરતમાં એકલો રહેતો હતો અને જેના કોઈ સગા-સંબંધી નહોતા તેને નિશાન બનાવ્યો હતો. 10 જૂલાઈના રોજ સિરિયલ જોઈને તેણે આ પ્લાનિંગ કર્યું અને 14 જુલાઈના રોજ દેવીપ્રસાદને દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ તેને ગામ નજીક સૂમસામ જગ્યાએ લઈ જઈને ટ્રકની નીચે સુવડાવી દીધો હતો અને પાછળનું ટાયર તેના ચહેરા પરથી ફેરવી દીધું હતુ જેથી તેની ઓળખ ન થાય.પોલીસે શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા, તેની પત્ની મીનાદેવી શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા અને તેને મદદ કરનાર મિત્ર મોનુ ચેન્દ્રબલી ગૌતમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget