શોધખોળ કરો
ગુજરાતના કયા શહેરમાં પાનના ગલ્લા પર એકઠા થઈ જાહેરમાં થૂંકતા લોકોને પાલિકા કમિશ્નરે આપી ચેતવણી?
સુરતના વરાછા-કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લા પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ આમતેમ ન થુંકે તે માટે ચેતવણી આપી છે. જો લોકો નહીં માને તો એપિડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે.

સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં વધતા કોરોના કેસને લઈ પાલિકા કમિશ્નરે લોકોને ચેતવણી આપી છે. સુરતના વરાછા-કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લા પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ આમતેમ ન થુંકે તે માટે ચેતવણી આપી છે. જો લોકો નહીં માને તો એપિડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે. સુરતના સ્ટ્રીટ ફૂડ સંચાલકોને પણ સૂચના આપી છે. રાત્રે 10 વાગ્યા સુધી જ સ્ટ્રીટ ફૂડ-દુકાનો ચાલુ રહેશે. સ્ટ્રીટ ફૂડમાં ટેક અવેની સિસ્ટમ લાગુ કરવામાં આવે. ફૂટપાથ પર ખાતા લોકો સોશિયલ ડિસ્ટન્ટનું ખાસ ધ્યાન રાખે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















