ખેડૂત આંદોલનને પગલે વૈષ્ણવ દેવી ખાતે ફસાયેલા સુરતના 1700 પ્રવાસીઓને લઈને મોટા રાહતના સમાચાર, જાણો શું કરાઇ વ્યવસ્થા?
હવે સુરતના સાંસદ દર્શનાબેન જર્દોષ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને લઈ ટ્રેન રદ્દ કરાઈ હતી. સ્પેશિયલ ટ્રેન મારફતે સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે.
સૂરત: વૈષ્ણવ દેવી કટરા પાસે સુરતના લોકો ફસાવવા મામલે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરનતા 1700 જેટલા લોકો ખેડૂત આંદોલનને કારણે ફસાયા હતા. હવે સુરતના સાંસદ દર્શનાબેન જર્દોષ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને લઈ ટ્રેન રદ્દ કરાઈ હતી. સ્પેશિયલ ટ્રેન મારફતે સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું હતું.
વૈષ્ણવદેવીની યાત્રાએ ગયેલા 1700 લોકો કટરામાં ફસાય જતા સરકાર પાસે મદદની પુકાર લગાવી હતી. બે દિવસથી માઁ વૈષ્ણવદેવી સમિતિ દ્વારા પણ તમામ યાત્રી માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી તમામ પ્રવાસીઓને પરત સુરત ઘર વાપસી થાય એ માટે સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. ખેડૂત આંદોલન ને લઈ ટ્રેન રદ્દ કરાતા તમામ પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. સુરતી પ્રવાસીઓની હાલત કફોડી બની હતી.
રાકેશ પાઠકે જણાવ્યું હતું કે 17 મી ના રોજ તેઓ 1700 જેટલા વડીલો સહિતના લોકોને મા વૈષ્ણવદેવીની યાત્રા સાથે નીકળ્યા હતા. કટરા પહોંચ્યા બાદ અચાનક ટ્રેન રદ કરી દેવાતા તમામ પ્રવાસીઓ કટરામાં ફસાઈ ગયા હતા. બે દિવસથી હોટેલમાં રહેતા વડીલો ડરી ગયા છે. હેરાન પરેશાન થઈ રહ્યા છે બસ મારી ગુજરાત સરકાર અને સુરતના સાંસદો ને એટલી જ વિનંતી છે કે અમારી મદદ કરે અને અમને બધા ને સુરત લાવવા ની વ્યવસ્થા કરે.
નિમેષ પટેલ (પ્રવાસી) એ જણાવ્યું હતું કે વૈષ્ણવદેવી સમિતિ દ્વારા સ્પેશિયલ ટ્રેન ઉપાડવામાં આવી હતી. કિશાન આંદોલનને લઈ ટ્રેન રદ કરાઈ છે. જેને લઈ કટરામાં અનેક પ્રવાસીઓ ફસાયા છે. હોટેલમાં રહેવું અને ત્યાનું ભોજન ખાવા મજબુર બન્યા છે. કેટલાક પાસે હવે ખર્ચ કરવા માટેના પૈસા પણ નથી. ટ્રસ્ટ સંચાલક પણ અમારી સાથે જ છે. બસ સર્ક્સર મધ્યસ્થી કરે તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.