શોધખોળ કરો
Advertisement
સુરતમાં એક જ દિવસમાં નોંધાયા કોરોનાના સૌથી વધુ 176 કેસ
સુરતમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 176 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સુરત: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 176 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સંખ્યા અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ છે. કોરોના સંક્રમણના કારણે વધુ 3 દર્દીઓના મોત થયા છે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 580 નવા કેસ નોંધાયા છે. સુરતમાં આજે નવા 176 કેસ નોંધાયા છે. સુરતમાં આજે કોરોનાના કારણે 3 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે 655 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સુરતમાં 131 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.
રાજ્યમાં કોરોના સંક્રમિતનો આંક 27317 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 1664 થયો છે. આજ સુધીમાં કુલ 19359 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion