શોધખોળ કરો

Surat: પોશ વિસ્તારમાં નવનિર્મિત ઈમારતના 8માં માળેથી બે વર્ષના બાળકનું પટકાતાં મોત

Surat News: માતા-પિતા મજૂરી કામે ગયા ત્યારે બાળક આઠમા માળેથી નીચે પટકાયો હતો. જોકે સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Surat News: સુરતના વેસુ વીઆઈપી વિસ્તારમાં એક કરૂણ ઘટના બની છે. નવનિર્મિત ઈમારતના આઠમાં માળેથી પટકાતાં બે વર્ષીય બાળકનું કરૂણ મોત થયું છે. વ્હાલસોયાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના ગઈકાલે સાંજે બની હતી. માતા-પિતા મજૂરી કામે ગયા ત્યારે બાળક આઠમા માળેથી નીચે પટકાયો હતો. જોકે સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં પત્ની સાથે ગરબા રમતો હતો પતિ, છાતીમાં દુઃખાવો ઉપડ્યો ને.....

હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે. સાતમા નોરતાએ સુરતમાં એક કરૂણ ઘટના બની હતી. પત્ની સાથે ગરબા રમી રહેલા પતિનું તબિયત લથડતાં મોત થયું હતું. જેને લઈ શોકનો માહોલ છવાઈ ગયો છે. સુરતના લિંબાયતમાં પત્ની સાથે ગરબા રમતી વખતે તબિયત લથડતા પતિનું મોત થયું. પત્ની સાથે ઘરમાં જ ગરબા રમતી વખતે દિપક પાટીલને છાતીમાં દુઃખાવો ઉપડયો  હતો. જેના કારણે બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. યુવક ઘરના હોલમાં વચ્ચે ખુરશી મુકી પત્ની સાથે ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન તેની પત્ની થાકી જતાં સાઈડમાં બેસી ગઈ હતી પણ દિપક ઉત્સાહથી ગરબા રમી આનંદ માણી રહ્યો હતો. આ સમયે અચાનક જ દિપકની છાતીમાં દુઃખાવો થતા બેસી ગયો હતો અને તરત જ બેભાન થઈ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.  જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે દિપકનું પોસ્ટમોર્ટમ થયુ હતં. જેમાં તેના વિવિધ સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. મૃતક મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને રત્નકલાકારનું કામ કરતો હતો. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.

આણંદના તારાપુરમાં ગરબા રમતા રમતા યુવક મોતને ભેટ્યો

આણંદના તારાપુરમાં ગરબા રમતા રમતા યુવક મોતને ભેટ્યો હતો. યુવક ગરબા રમી રહ્યોં હતો તે સમયે બનાવ બન્યો હતો. તારાપુરના મોરજ રોડ ઉપર આવેલ શિવ શક્તિપાર્ક સોસાયટીમાં ગરબા રમતા ઘટના બની હતી. ગત 30 તારીખે રાત્રીના નવરાત્રી મહોત્સવ દરમ્યાન વિરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવકને અચાનક ગરબા રમતા ઢળી પડયાનો વીડિઓ  સામે આવ્યો છે. યુવકને ઘટના બનતાની સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં યુવક મોતને ભેટ્યો હતો. ચાલુ ગરબામાં યુવકના મોતનો બનાવનો વિડિયો તારાપુર પંથમા પ્રસરી જતા ગરબા મંડળોમા ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદનDwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
Embed widget