પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
આનો અર્થ એ છે કે આ ઉત્પાદનો હવે ફરજિયાત નિરીક્ષણ અને થર્ડ પાર્ટી ઓડિટને આધિન રહેશે.
FSSAI High-Risk Food Category: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટરને 'હાઈ-રિસ્ક ફૂડ કેટેગરી' તરીકે વર્ગીકૃત કરવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ એ છે કે આ ઉત્પાદનો હવે ફરજિયાત નિરીક્ષણ અને થર્ડ પાર્ટી ઓડિટને આધિન રહેશે. વાસ્તવમાં આ ફેરફાર આ ઉત્પાદનો માટે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) તરફથી પ્રમાણપત્રની આવશ્યકતાને હટાવવાના સરકારના ઓક્ટોબરના નિર્ણય પછી લેવામાં આવ્યો છે.
પેકેજ્ડ વોટર અને મિનરલ વોટર કંપનીઓને મોટો ફટકો
નોંધનીય છે કે પેકેજ્ડ વોટર અને મિનરલ વોટરનું ઉત્પાદન કરતી કંપનીઓએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)નું લાયસન્સ સાથે સાથે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે, પરંતુ હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પેકેજ્ડ વોટર અને મિનરલ વોટર પર પ્રતિબંધ જાહેર કરીને વોટર અને મિનરલ વોટર કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પેકેજ્ડ વોટર અને મિનરલ વોટરને 'હાઈ રિસ્ક ફૂડ કેટેગરી' તરીકે વર્ગીકૃત કર્યા છે.
FSSAI પ્રમાણપત્ર અને BIS માર્ક હોવું જરૂરી છે
આ સિવાય બજારમાં વેચાતી પાણીની બોટલો પર BIS માર્ક હોવું જરૂરી છે. ઉપરાંત પેકેજ્ડ વોટર યુનિટ શરૂ કરતા પહેલા FSSAI પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. આ પ્રમાણપત્ર ખાતરી કરે છે કે પેકેજ્ડ પાણી પીવા માટે સલામત છે.
પેકેજ્ડ વોટર યુનિટમાં પાણીને ફિલ્ટર કરીને સાફ કરવામાં આવે છે અને પછી તેમાં જરૂરી મિનરલ્સ ઉમેરવામાં આવે છે. દૂષિત પાણી અનેક રોગચાળાઓનું કારણ બને છે, તેથી પેકેજ્ડ વોટર યુનિટોએ ખાતરી કરવી જોઈએ કે તેમનું પાણી પીવા માટે સલામત છે.
ફેટી લિવર ભારતીયોમાં સામાન્ય સમસ્યા બની રહી છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારા લિવરમાં વધારાની ચરબી જમા થાય છે. શરૂઆતમાં આ રોગ કોઈપણ લક્ષણો વિના થઈ શકે છે, પરંતુ સમય જતાં તે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. કેટલીકવાર જો સમયસર સારવાર ન કરવામાં આવે તો લિવરને નુકસાન પણ થઈ શકે છે. તેથી ફેટી લિવરના લક્ષણોને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન