શોધખોળ કરો

Surat : રહસ્યમય સંજોગોમાં  ગુમ થયેલી 9 વર્ષીય બાળકીની નહેરમાંથી મળી લાશ, પરિવાર શોકમાં ગરકાવ

માસૂમનો મૃતદેહ ઓલપાડ તાલુકાના શેરડી ગામે મળી આવ્યો છે. ગુમ થયાના 24 કલાક પછી બાલકીની લાશ મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 

સુરત: સાયણ ગોથાણ ભક્તિધારા વિસ્તારની ભેદી રીતે ગુમ થયેલી 9 વર્ષની બાળકીની નહેરમાંથી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. 9 વર્ષ ની માસૂમ અન્ય બાળકો જોડે રમી રહી જતી ત્યારે નહેરમાં પડી તણાઈ હતી. માસૂમનો મૃતદેહ ઓલપાડ તાલુકાના શેરડી ગામે મળી આવ્યો છે. ગુમ થયાના 24 કલાક પછી બાલકીની લાશ મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 

આજે વડોદરામાં કરજણના સાસરોદના એક પુરુષનો મૃતદેહ મળ્યો છે. શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. મારૂતિ હોટેલ નજીક મોટી કેનાલ પાસે સાસરોદ ના યાકુબભાઈ પિરિયા નો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળ્યો છે.  કરજણ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ  મર્ડર થયાનું અનુમાન છે. કરજણ પોલીસ દ્વારા મૃતદેહને pm કરાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

Surat: પોલીસની પત્નિનો આક્ષેપઃ યુવતી મારા પતિને પરાણે સંબંધ રાખવા દબાણ કરીને શરીર સુખ માણતી હતી ને..........

સુરતઃ સુરતમાં કોન્સ્ટેબલે માસ્ક નહીં પહેરનારી યુવતીને આ ગુના બદલ પોલીસ સ્ટેશન લઈ જવું પડશે એમ કહીને કારમાં બેસાડી શરીર સુખ માણ્યું એ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. કોન્સ્ટેબલની પત્નીએ ફરિયાદ કરનારી યુવતી અને તેના પતિ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે.

કોન્સ્ટેબલની પત્નિએ આક્ષેપ કર્યો છે કે, યુવતી મારા પતિને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતી હતી અને તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા. પત્નિનો આક્ષેપ છે કે, મારા પતિ આ સંબધ રાખવા તૈયાર નહોતા તેથી યુવતીએ અનેક વખત મારા પતિ સાથે ઝઘડો કર્યો હતો. હું અને મારા પતિ 7 મે, 2021ના રોજ બાઇક પર જતાં હતાં ત્યારે સોસાયટીની બહાર યુવતી તથા તેના પતિએ ગાળાગાળી કરી જ્ઞાતિને લગતી ગાળો આપીને અપમાન કર્યું હતું. આ ઉપરાંત યુવતીએ મારા પતિને નોકરીમાંથી કઢાવી મૂકવા તેમજ બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી પણ આપી હતી.

કોન્સ્ટેબલની પત્નિએ એક વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો છે. થોડા મહિના પહેલાં પલસાણા ચાર રસ્તા પરથી આરોપી કોન્સ્ટેબલ પત્ની સાથે કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે ભોગ બનનાર યુવતીએ ટ્રાફિકમાં કોન્સ્ટેબલની કારને રોકી ઝઘડો કર્યો હતો. એ વખતે આરોપી કોન્સ્ટેબલ, તેની પત્ની અને યુવતી વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, બારડોલીમાં રહેતા અને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવકે 2020માં પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન માસ્ક નહીં પહેરવા બાબતે 33 વર્ષની યુવતીને પકડી હતી. તેનો નંબર નોંધી લઈ તેને તેની સોસાયટી બહાર બોલાવી હતી અને પોલીસ સ્ટેશન ચાલવું પડશે એવું કહી પોતાની કારમાં બેસાડી હતી. કોન્સ્ટેબલે યુવતીને કારમાં  બેભાન કરી બળાત્કાર ગુજાર્યો હતો. કોન્સ્ટેબલે નગ્નાવસ્થામાં અને પોતાની સાથે આપત્તિજનક અવસ્થામાં ફોટા પાડીને મોબાઇલમાં સેવ કર્યા હતા. એ પછી અવારનવાર ફોટો બતાવી ભૂતપોરના ફાર્મ હાઉસ અને પલસાણાની કાઠિયાવાડી હોટલમાં લઈ જઈ પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget