Surat:સુરતમાં હોસ્પિટલમાં 10 વર્ષના બાળકનું મોત, તબીબની બેદરકારીનો પરિવારનો આરોપ
Surat:પિતાએ આરોપ લગાવ્યો હતો કે તબીબની બેદરકારીના કારણે તેમના દીકરાનું મોત થયું છે.
Surat: સુરતમાં હોસ્પિટલમાં પેટમાં દુ:ખાવા બાદ દાખલ 10 વર્ષના બાળકનું મોત થયું હતું. શહેરના ડિંડોલી ખરવાસા રોડ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા 10 વર્ષના બાળકને ઝાડા ઉલટી અને પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ સાચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ધોરણ ચારમાં અભ્યાસ કરતા અભિરૂપનું સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકના પિતાએ આરોપ લગાવ્યો હતો કે તબીબની બેદરકારીના કારણે તેમના દીકરાનું મોત થયું છે.
મળતી જાણકારી અનુસાર, ડિંડોલી ખરવાસા રોડ વૃંદાવન પાર્ક સોસાયટી ખાતે રહેતા ભગવાન લોખંડે સલુનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 10 વર્ષીય પુત્ર અભિરૂપ એસ.ડી. જૈન સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. ગત રવિવારે રાત્રે અભિરૂપને ઝાડા-ઊલટી અને પેટમાં દુ:ખાવાની તકલીફ થઈ હતી. જેથી સોમવારે સવારે અભિરૂપને સારવાર માટે સાચી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં દાખલ થતી વખતે અભિરૂપનું પેટ ફુલેલુ અને લિવર-કિડનીમાં તકલીફ હતી. જોકે સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. બાળકના પિતાએ આરોપ લગાવ્યો હતો કે તબીબની બેદરકારીના કારણે મોત થયું છે.
મોડલ તાનિયા આઈપીએલના કયા ખેલાડીના સંપર્કમાં હતી?
શહેરમાં મોડલિંગ કરતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. યુવતીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેથી યુવતીના પરિવારજનો શોકમાં ગરક થઈ ગયાં હતાં. તાનિયા IPL પ્લેયર અભિષેક શર્માના સંપર્કમાં હતી. વેસુ પોલીસે અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવ્યો છે. તાનિયાના કોલ ડીટેલમાં અનેક રાઝ છે અને છેલ્લો કોલ પણ અભિષેકને કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તાનિયા એ પ્રેમ પ્રકરણમાં જ આત્મહત્યા કારી હોવાની વાત છે. અભિષેક શર્મા આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો છે. તે ઓલરાઉન્ડર છે.
મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં વેસુમાં આવેલી હેપ્પી અલીગન્ઝા રેસીડેન્સી ખાતે રેહતી તાનિયા ભવાનીસિંગ મોડેલિંગના ક્ષેત્રમાં કામ કરતી હતી. ગત રોજ રાત્રે તાનિયા ઘરે લેટ આવી હતી. દરમિયાન મોડી રાતે તાનિયાએ ઘરમાં જ આપઘાત કરી લીધો હતો. સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તાનિયાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.