Surat : રાજસ્થાનમાં ભાઈના સસરાની સેવા કરવા ગયેલી સગીરા સાથે કોણે શારીરિક સંબંધ રાખીને કરી દીધી પ્રેગ્નન્ટ?
રાજસ્થાનમાં ભાઈના સસરાની સેવા કરવા ગયેલી 11 વર્ષીય સગીરા સાથે સસરાના ભાઈએ પરાણે શારીરિક સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
સુરત: રાજસ્થાનમાં ભાઈના સસરાની સેવા કરવા ગયેલી 11 વર્ષીય સગીરા સાથે સસરાના ભાઈએ પરાણે શારીરિક સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ભાઈના સસરાના ભાઈએ દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની છે. આ અંગે સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી કેસ રાજસ્થાન મોકલવામાં આવશે. સગીરાનું સુરત નવી સીવીલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું.
સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 4 વર્ષીય બાળકી તેના ઘર પાસે રમી રહી હતી. તે સમયે આરોપી તેને ફોસલાવીને લઈ ગયો હતો અને બાદમાં તેના પર બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો.
નોંધનીય છે કે આ કેસમાં 13 ઓક્ટોબરના રોજ 39 વર્ષીય આરોપી અજય ઉર્ફે હનુમાન નિષાદ કેવટની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ માત્ર નવ દિવસમાં જ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી અને પાંચ દિવસમા કેસની ટ્રાયલ પૂર્ણ કરીને આરોપીને આજીવનકેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોર્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી સુનાવણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો. 21 દિવસમાં જ આ કોર્ટનો ચુકાદો આવી ગયો હતો.
બીજી તરફ સુરતના વડોદમાં અઢી વર્ષીય માસૂમ બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કેસમાં ગુડ્ડુની ધરપકડ કરાઈ હતી. આરોપીના રિમાંડ મેળવ્યા બાદ પોલીસે ઘટનાનું રીકંસ્ટ્રકશન કર્યું હતું. પોલીસ તપાસમાં મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોયા બાદ આરોપી ઘટનાને અંજામ આપતો હોવાનું સામે આવ્યું હતુ.. એટલું જ નહીં આરોપીના મોબાઈલમાંથી આશરે 149 જેટલી પોર્ન ક્લીપ પણ મળી આવી હતી. જેને લઇને પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે આરોપી એક દુકાનદાર પાસેથી પોર્નક્લિપ લેતો હતો. પોલીસે દુકાનદાર લક્કી ઉર્ફે સાગર શાહની ધરપકડ કરી હતી. સાગર શાહની દુકાનમાંથી મેમરી કાર્ડ અને કૉમ્પ્યુટર પણ જપ્ત કર્યા હતા. લક્કી ગુગલ અને યુ-ટ્યૂબ પરથી પોર્ન વીડિયો ડાઉનલોડ કરી મેમેરી કાર્ડમાં કોપી કરતો હતો અને તેને 300 રૂપિયામાં વેચતો હતો.
નોંધનીય છે કે સુરતના વડોદમાં રહેતા બિહારી પરિવારની અઢી વર્ષીય બાળકીનું દિવાળીના દિવસે જ ઘર આંગણેથી અપહરણ કરાયું હતું. ત્યાર બાદ આરોપીએ તેની પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખી હતી