Surat : બાળકોને એકલતા મુકતા પહેલા વાંચી લો આ સમાચાર, નહીં તો પછી પછતાવું પડશે
સુરતના પાંડેસરા વિસ્તારમાં માતા બજારમાં સામાન ખરીદવા જતા ચાર વર્ષની બાળકીએ બે વર્ષના નાના ભાઈને રમત-રમતમાં એસિડ પીવડાવી દેતાં બાળકને હોસ્પિટલ ખસેડાયો છે.
સુરતઃ બાળકોને એકલા મુકતા માતા-પિતા માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં માતા બજારમાં સામાન ખરીદવા જતા ચાર વર્ષની બાળકીએ બે વર્ષના નાના ભાઈને રમત-રમતમાં એસિડ પીવડાવી દેતાં બાળકને હોસ્પિટલ ખસેડાયો છે. સ્વર પેટી અને ગળાના ભાગ ડેમેજ થવાની શકયતા ને લઈ સારવાર શરૂ કરવામાં આવી છે.
જો તમે તમારા નાના બાળકને ઘરમાં એકલા છોડીને બહાર જતા હોય તો એવા માતા-પિતા માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘરમાં માતા સામાન લેવા જતા ઘરમાં રહેલ ચાર વર્ષની બાળકીએ નાના ભાઈને રમત-રમતમાં એસિડ પીવડાવી દેતા બાળકની હાલત ગંભીર થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને સંચાર ખાતામાં કામ કરતાં પરિવારમાં પત્ની સાથે ચાર વર્ષીય બાળકી અને બે વર્ષનો બાળક હતો. જોકે પછી કામ ધંધા પર ગયો હતો ત્યારે બજારમાં સામાન લેવા માટે ચાર વર્ષની બાળકી ના ભરોસે બે વર્ષના બાળકને છોડીને બજારમાં ગઈ હતી.
જોકે બજારમાંથી આવી હતી ત્યારે ચાર વર્ષની બાળકી પોતાની માતાને કહ્યું હતું કે તેને પોતાના નાના ભાઈ જે બે વર્ષનો જ છે તેને એસિડ પીવડાવી દીધો હતો. આ વાત સાંભળતાની સાથે જ માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને તે તાત્કાલિક હોસ્પિટલમાં દોડી ગઈ હતી. તમામ લોકોની મદદ લઇ બાળકને ૧૦૮ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
જોકે એસીબી ગયેલા બાળકને સાથે તેના સ્વરપેટીમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.બાળકને તાત્કાલિક ગંભીર અવસ્થામાં દાખલ કરવામાં આવ્યો હતો અને તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકની સ્થિતિ ગંભીર હોવાનું તબીબોએ જણાવી રહ્યા છે, પણ માતાની એક ભૂલને લઈને બાળક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ ગયો છે. જોકે આ મામલાની જાણ થતાં સુરતની પાંડેસરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે, પણ ચાર વર્ષની બાળકીએ રમતમાં નાના ભાઈની બેની હાલત ગંભીર બની છે. મૂળ બિહારના પરિવાર છેલ્લા કેટલાક સમયથી રોજીરોટીની તલાશમાં સુરત આવીને વસ્યું હતું ત્યારે દીકરીએ કરેલા કૃત્ય ને લઈને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે બાળકો રમતા રમતા પ્રકારની ભૂતકાળમાં પણ કરી છે, ત્યારે ચોક્કસ માતા-પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં માતા-પિતાએ જાગવાની જરૂર છે.