શોધખોળ કરો
Advertisement
Surat : પત્નીના ત્રાસથી યુવકે કરી લીધો આપઘાત, કોને ફોન કરી કહ્યું, 'વિઝા આવી ગયા, મેં દવા પીધી છે'
ઓડિયો ક્લિપમાં યુવક કહે છે કે, મેં સુસાઇડ નોટ જમણા પગે બાંધી છે, મેં જ્યા જ્યાં ગયો હતો એ તમામ વિગતો પાકિટમાં છે, તમે પોલીસ કમિશનરને મળી પત્ની અને સાળો રમેશને કડક સજા મળે એવી રજૂઆત કરી મારી આત્માને શાંતિ મળે એમ કરજો.
સુરતઃ જીઆવમાં ગત 17મી ફેબ્રુઆરીના રોજ યુવકે સ્પીડ નામની ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. યુવકે તેના સંબંધીને ફોન કરી ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું. જેનું ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે. ઓડિયોમાં આપઘાત કરનાર યુવક કહે છે કે, મારી ટીકીટ આવી ગઈ, વિઝા આવી ગયા છે, મેં સ્પીડ નામની દવા પી લીધી છે. આ ઉપરાંત યુવકની સૂસાઇડ નોટ પણ સામે આવી છે, જેમાં તેણે પત્ની-સાળા સામે સનસનીખેજ આક્ષેપો લગાવ્યો છે.
ઓડિયો ક્લિપમાં યુવક કહે છે કે, મેં સુસાઇડ નોટ જમણા પગે બાંધી છે, મેં જ્યા જ્યાં ગયો હતો એ તમામ વિગતો પાકિટમાં છે, તમે પોલીસ કમિશનરને મળી પત્ની અને સાળો રમેશને કડક સજા મળે એવી રજૂઆત કરી મારી આત્માને શાંતિ મળે એમ કરજો. મારે દવા નહોતી પીવી પણ દિલ પર પથ્થર મૂકી મેં દારૂ સાથે દવા પીધી છે. મારા અંગોનું દાન કરી દેજો, મારા જમણા પગમાં લાલ કલરના રબર સાથે મેં સુસાઇડ નોટ બાંધી છે એ લઈ લેજો.
જીઆવની વાસુદેવ સોસાયટીમાં રહેતા શ્રણવલાલ મફતભાઈ ચૌહાણ( ઉ.વ.આ.45) નામના યુવકે ઘરમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. શ્રવણ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. ગત તારીખ 17 મીના રોજ શ્રવણભાઈએ કરેલા આપઘાત પાછળ પત્ની અને સાળો જવાબદાર હોવાનું વાયરલ થયેલા ઓડિયો રેકોડીગમાં જણાવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement