શોધખોળ કરો

Surat: 'સારી હેર સ્ટાઇલ બનાવી આપું કહીને 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય....' - પોલીસે દુકાનદારને દબોચ્યો

10 વર્ષના બાળકને સારી હેર સ્ટાઇલ બનાવી આપવાની લાલચ આપી હતી, લાલચ આપ્યા બાદ બાળકને બાથરૂમમાં વાળ ધોવા લઇ ગયો હતો

Surat: સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક દુકાનમાલિકે પોતાના ગ્રાહક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરવાનો મામલો સામે આવ્યો છે, આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી દીધી છે. 

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાંથી વધુ એકવાર સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની ઘટના સામે આવી છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાં એટલે કે મોટા વરાછા નજીકની એક હેર સલૂનમાં સલૂનના માલિકે ૧૦ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરી છે. હેર સલૂનની દુકાન ધરાવતા રાજકુમાર ઉર્ફે રાજુ ડાલચંદ સિક્કાવાલાએ 10 વર્ષના બાળકને સારી હેર સ્ટાઇલ બનાવી આપવાની લાલચ આપી હતી, લાલચ આપ્યા બાદ બાળકને બાથરૂમમાં વાળ ધોવા લઇ ગયો હતો, જ્યાં પહેલા બાળકના કપડાં કાઢી લીધા અને બાદમાં તેની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરી હતી. આ મામલે ઉત્રાણ પોલીસે ગુનો નોંધી આરોપી દુકાનદાર રાજકુમારની ધરપકડ કરી લીધી છે. આરોપી મોટા વરાછા રિવેરા ગ્રીન્સ શૉપિંગ મૉલમાં સ્માર્ટ લૂક હેર સલૂન નામની દુકાન ધરાવે છે.

પાંચ શખ્સોએ સગીરાને ફંસાવીને બ્લેકમેઇલ કરી, અઢી લાખ ખંખેર્યા ને પછી આચર્યૂ દૂષ્કર્મ....

રાજ્યમાં વધુ એક મોટી દૂષ્કર્મની ઘટના સામે આવી છે, ઉત્તર ગુજરાતમાં પાટણમાં એક સગીરા સાથે દૂષ્કર્મ કરવાના આરોપસર પાંચ શખ્સો સામે પૉક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે, હાલમાં પોલીસા આ ઘટના મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે બે આરોપીએ હજુ પોલીસ પકડથી દુર છે. મળતી માહિતી પ્રમાણે, પાટણમાં એક સગીરાને પાંચ શખ્સો છેલ્લા કેટલાય દિવસોથી બ્લેકમેઇલ કરતાં હતા, પોલીસ ફરિયાદ અનુસાર, આ આરોપીએ સગીરાને તેના મિત્ર સાથે પ્રેમ સંબંધોની જાણ તેના પરિવારને કરી દેવાની ધમકી આપી રહ્યાં હતા, આ ધમકી બાદ પાંચેય આરોપીઓએ સગીરા સાથે શારીરિક અડપલાં અને બાદમાં દુષ્કર્મ આચર્યુ હતુ, આ પાંચેય આરોપીઓ વારંવાર સગીરાને તેના ફોટા અને વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી રહ્યાં હતા, એટલું જ નહીં આ આરોપીઓએ સગીરા પાસેથી 2 લાખ 30 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. આ ઘટના બહાર આવ્યા બાદ પાટણના B ડીવીઝન પોલીસ મથકમાં આ પાંચેય આરોપીએ વિરુદ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે, B ડિવિઝન પોલીસે ફરિયાદને આધારે દૂષ્કર્મ આચરનાર 3 નરાધમોને અટક કરવામાં આવ્યા છે, જ્યારે 2 નરાધમો હજુ પોલીસ પકડથી દૂર છે.

સગા બાપે દીકરી સાથે દુષ્કર્મ આચરવાનો કર્યો પ્રયાસ

રાજ્યમાં દિવસે દિવસે દુ્ષ્કર્મના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. હવે અમદાવાદમાંથી વધુ એક ચોંકાવનારો દુષ્કર્મના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વટવા વિસ્તારમાંથી સામે આવેલી ઘટનામાં બાપે જ પોતાની સગી દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. વટવામાં 11 વર્ષની દીકરી સાથે પોતાના સગા બાપે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને આ પછી મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે વટવા પોલીસે છોકરીની શારીરિક છેડતી અને પૉક્સો કાયદા અંતર્ગત દીકરીના બાપ વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Embed widget