Surat : ઘરમાં ચોરી કરવા ઘૂસેલા ચોર સાથે ઝપાઝપીમાં 21 વર્ષીય યુવકની થઈ ગઈ હત્યા, જાણો સંપૂર્ણ વિગત
મણિનગર પ્લોટ નંબર 73માં ચોર ચોરી કરવા આવ્યો હતો. ચોર ચોરી કરતા સમયે ઘરવાળા જાગી જતા ચોર ભાગ્યો હતો. ઘરવાળા ધાબા પરથી જોતા ત્રણ લોકોને ચોર દેખાતા ચોરને પકડવા પાછળ ભાગ્યા હતા.
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં 21 વર્ષીય યુવકની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પાંડેસરામાં આવેલ મણિનગરમાં હત્યા થઈ છે. મણિનગર પ્લોટ નંબર 73માં ચોર ચોરી કરવા આવ્યો હતો. ચોર ચોરી કરતા સમયે ઘરવાળા જાગી જતા ચોર ભાગ્યો હતો. ઘરવાળા ધાબા પરથી જોતા ત્રણ લોકોને ચોર દેખાતા ચોરને પકડવા પાછળ ભાગ્યા હતા.
વિરેન્દ્ર ગુપ્તા (ઉં.વ. 21) ચોર જોડે ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી થતાં વિરેન્દ્ર ગુપ્તાના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી ચોર ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ઉચ્ચ કક્ષાના અધિકારી સહિત પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં હૃદય કંપાવતી ઘટનાઃ ટ્રેન નીચે પટકાતા યુવકના બંને પગ કપાઇ ગયા છતા ઘરે ફોન કરીને કહ્યું,....
સુરતઃ શહેરમાં હૃદય કંપાવતી દુર્ઘટના સામે આવી છે. ચાલુ ટ્રેનમાં ચડતાં સુરત રેલવે સ્ટેશન પર રત્નકલાકારના બન્ને પગ કપાયા છે. સુરત-વડોદરા મેમુ ટ્રેનમાં ઉતાવળે ચઢતી વખતે રત્નકલાકાર નીચે પટકાતાં બંને પગ ગુમાવવા પડ્યા છે. જોકે રલેવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફ જવાનોએ તાત્કાલિક રત્નકલાકારને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.
બંન્ને પગ કપાઈ જતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત રત્નકલાકારને હોસ્પિટલ ખસેડાયો છે. કોસાડ-ભરથાણાનો રત્નકલાકાર નાઇટ ડ્યૂટી પૂરી કરી ઘરે જવા સુરત સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સુરત-વડોદરા મેમુ ટ્રેન ઊપડી રહી હતી. દરમિયાન ચાલુ ટ્રેને બેસવા જતાં પગ લપસી જતાં ટ્રેન નીચે આવી જતાં રત્નકલાકારના બંને પગ કપાઇ ગયા છતાં હિંમતભેર દશરથભાઈએ તેમના સંબંધીઓને ફોન કરીને જાણ કરી હતી.
Banaskantha: શિક્ષિકાનો અશ્લીલ વીડિયો બનાવી ડોક્ટરે વારંવાર માણ્યું શરીરસુખ ને પછી તો....
બનાસકાંઠાઃ વડગામના સીએચસીના ડોક્ટર સામે બળાત્કારની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. વડગામ CHCના ડૉકટર અનિલ ડાભી સામે બળાત્કારની ફરીયાદ નોંધાઇ છે. શિક્ષિકાનો અશ્લીલ વિડીયો ઉતારી વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. વડગામ CHCના ડૉકટર સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પીડિતાના પતિને અશ્લીલ વિડીયો મોકલી બદનામ કરવામાં આવી હતી. 2012થી શિક્ષિકાને ડરાવી ધમકાવી શારીરિક શોષણ કરાતું હતું. વડગામ પોલીસ IPC કલમ 376 અને IT એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.