Surat: સુરતમાં પ્રેમીએ કર્યો પ્રેમિકા પર હુમલો, લગ્નની ના પાડતા ગુપ્તાંગ પર માર્યા ચપ્પુના ઘા
Surat: જહાંગીરપુરા વિસ્તારમાં એક પ્રેમીએ પ્રેમિકા પર જીવલેણ હુમલો કર્યો હતો
Surat: સુરતમાં જાહેરમાં ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક પ્રેમીએ પ્રેમિકા પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્રેમીએ ચાલુ બાઇક પરથી પ્રેમિકા પર હુમલો કર્યો હતો અને ચપ્પુના ઘા માર્યા હતા.
મળતી માહિતી મુજબ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે પ્રતિક મનોજ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ મંદિરમાં બંન્નેએ એકબીજાને ફૂલહાર કરી લગ્ન કરી લીધા હતા પરંતુ તેમના લગ્ન માટે યુવતીના પરિવારજનો તૈયાર ન હતા. જેથી યુવતીએ પ્રતિક સાથે લગ્ન રજિસ્ટર કરાવવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા યુવકે યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. દીકરીને બચાવવા ગયેલી માતાને પણ પ્રેમીએ ચપ્પુ મારી દીધું હતું. જહાંગીરપુરા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી પ્રેમી પ્રતિક મનોજ પટેલ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
યુવતીને ચાલુ બાઈક પરથી પાડી દઈ શરીરે ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સાથે જ યુવતીના ગુપ્ત ભાગ પર પણ યુવકે અનેક ઘા માર્યા હતા. જેથી યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે જહાંગીરપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે, તે અનુસાર ઘટનાની વિગતો એવી છે કે, સુરતની એક પરિણીતા પોતાના પતિ સાથે છૂટાછેડા લેવા માંગતી હતી, છૂટાછેડા માટે પુણાની આ પરિણીતાએ શહેરના વકીલ આસ્તિક છાયાનો સંપર્ક કર્યો હતો, વકીલ આસ્તિક છાયાએ આ પરિણીતાને ફસાવી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
પરિણીતા પતિ સાથે છૂટાછેડા લેવા માટે શહેરના વકીલ આસ્તિક છાયાનીનો સંપર્ક કર્યો હતો, આ ઘટનામાં વકીલે પુણા ચોકી પર આ પીડિતાને બોલાવી હતી, બાદમાં પોતાના પરિવારને મળવા લઈ જવાનું કહીને તેને કુદસદ ગામ ગ્રીનસીટી ફાર્મમાં લઈ ગયો હતો, જ્યાં પરિણીતા પર વકીલે દુષ્કર્મ આચર્યું હતું, એટલું જ નહીં બાદમાં વકીલ રૂમ બંધ કરી ત્યાંથી જતો રહ્યો હતો, પછી સાંજે ફરી ત્યાં આવ્યો અને પીડિતાને લઈને ગ્લુડી ખાતે છોડીને ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર દુષ્કર્મની ઘટનાને લઇને પરિણીતા પીડીતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, હાલમાં પુણા પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.