Surat : નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી નીચે પટકાતા યુવકનું મોત
પગ સ્લિપ થતાં 10મ માળેથી યુવક નીચે પટકાયો હતો. 8 મહિના પહેલાં UPથી રોજગારી માટે મૃતક યુવાન આવ્યો હતો. યુવકને રિક્ષામાં લઈ જઈ હોસ્પિટલ ખસેડાયો હતો. યુવાન નું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
સુરતઃ શહેરના વેસુમાં નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી પટકાતાં યુવાનનું મોત નીપજ્યું છે. પગ સ્લિપ થતાં 10મ માળેથી યુવક નીચે પટકાયો હતો. 8 મહિના પહેલાં UPથી રોજગારી માટે મૃતક યુવાન આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને રિક્ષામાં લઈ જઈ હોસ્પિટલ ખસેડાયો હતો. યુવાન નું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
આજે વહેલી સવારે યુવક બિલ્ડિંગ પરથી નીચે પટકાતા 18 વર્ષીય યુવાનને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક સાજન ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. સાજન અહીં છેલ્લા 8 મહિનાથી કામ કરતો હતો. સાજનનો પગ સ્લિપ થઈ જતાં નીચે પટકાયો હતો. જ્યાં દુર્ઘટના ઘટી એ પ્રોજેકટનું નામ સ્કાય બિલ્ડિંગ છે અને નવનિર્મિત છે.
મૃતક સાજન ફકીરા સલમા 8 મહિનાથી સેંટિંગના કામ સાથે જોડાયેલો હતો. આજે સવારે 9 કર્મચારી સાથે 10મા માળે કામ કરી રહ્યો હતો, ત્યારે સવારે 8:30 વાગે ઘટના બની હતી. પગ સ્લિપ થઈ જતાં સાજન નીચે પટકાયો હતો. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સાજન સુરતમાં તેના પિતરાઈ ભાઈ સાથે રહેતો હતો. તેનો આખો પરિવાર વતનમાં રહે છે.
ખેડાઃ ડાકોર નજીક આવેલા કાંથરાઈ ગામે યુવતીની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઠાસરાના કાંથરાઈ ગામના સીમ વિસ્તારમાં ઝાડ પરથી લટકતી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. કંથરાઇની બાજુના ગામ ભગવાનજીના મુવાડામાં યુવતી રહેતી હોવાની વાત સામે આવી છે.
યુવતી રાતે 8 વાગે ઘરે થી નીકળી હતી. આજે સવારનાં અરસામાં ઝાડ ઉપર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કાંથરાઈ ગ્રામજનોને સવારે જાણ થતાં ડાકોર પોલીસને જાણ કરાઇ. ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી ડાકોર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો. ભગવાનજીનાં મુવાડાથી રાત્રે નીકળી કંઠરાઈ સીમ વિસ્તારમાં યુવતી કેવી રીતે પહોંચી તે અંગે ડાકોર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.