Surat: ખાટુંશ્યામ મંદિરનો કાર્યક્રમ રદ્દ કરી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફાઇવ સ્ટાર હોટલમાં યોજ્યો દરબાર
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ખાટુંશ્યામ મંદિરનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.
સુરતઃ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ખાટુંશ્યામ મંદિરનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ રદ્દ કરીને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફાઈવ સ્ટાર હોટલમાં ઉદ્યોગપતિઓ માટે દરબાર યોજ્યો હતો. સુરતમાં આયોજન કરનારાઓ માટે ફાઇવ સ્ટાર હોટલમાં દરબાર યોજવામાં આવ્યો હતો. ગરીબ ભક્તોને ભૂલી અમીરોને દર્શન આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી હોટલમાં પહોંચ્યા હતા.
એટલું જ નહીં ફાઈવ સ્ટાર હોટલના દરબારનું કવરેજ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. મોટી મોટી વાત કરનાર આયોજકો ફોન બંધ કરવા લાગ્યા હતા. ધર્મની સેવાની વાત કરનાર બાબા સુરતમાં દાન લેવા તૈયાર થયા હતા. અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે તે દાન લેવા નથી આવ્યા, કોઈ આપશે તો લઈશ.
બાબા સાથે પેઈડ મુલાકાતનો જ્યોતિર્નાથ મહારાજે આરોપ લગાવ્યો હતો. ઉદ્યોગપતિઓ સાથેના દરબારને ગુપ્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભક્તો ખાટુંશ્યામ મંદિરમાં રાહ જોતા રહ્યા અને ઉદ્યોગપતિઓએ દર્શન આપવા બાબા પહોંચ્યા હતા. બાબાનો કાર્યક્રમ રદ થતા અનેક લોકો અકળાયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી સવારે મોડા સુધી વિશ્રામ કરતા હોવાના કારણે કાર્યક્રમમાં વિલંબ થઇ હોવાની ચર્ચા છે.
Divya Darbar: અમદાવાદમાં યોજાનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું કોકડું ગુંચવાયું, પોલીસે નથી આપી મંજુરી, આયોજકોએ પાસ પણ વેચી દીધા
Baba Dhirendra Shastri Divya Darbar: અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવા જઈ રહ્યો છે. 29મે ના રોજ આયોજિત આ કાર્યક્રમને લઈને હજુ સુધી પોલીસ પરવાનગી નથી મળી અને બીજી તરફ 29 તારીખના પાસ વિતરણની કાર્યક્રમની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. કાર્યક્રમની પોલીસે હજુ પરવાનગી આપી નથી તો બીજી તરફ આયોજકો ચાણક્યપુરીના ગ્રાઉન્ડમાં જ કાર્યક્રમ યોજવા મક્કમ છે. જ્યારે અહીં મોટી સંખ્યામાં લોકોને સમાવી શકાય એવી સ્થિતિ ન હોવાથી પોલીસ પણ સ્થળની મર્યાદાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ મર્યાદિત લોકો પૂરતો અને ખાનગી કાર્યક્રમ રાખવા માટે આગ્રહ કરી રહી છે.
બાગેશ્વરના પંડિત જયેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે અને દરમિયાન તેઓ અમદાવાદમાં બે દિવસ રોકાણ કરવાના છે. 29 તારીખે ચાણક્યપુરીના સેક્ટર 6 ના ગ્રાઉન્ડમાં તેમના દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મોટી વાત એ છે કે શરૂઆતમાં આયોજકો જાહેર કાર્યક્રમ હોવાની વાતો કરી હતી અને 70,000 થી વધારે લોકો અહીં આવશે તેનો દાવો કરી રહ્યા છે. પરંતુ કાર્યક્રમને હવે ગણતરીના કલાકો બાકી છે અને હજુ કાર્યક્રમની પોલીસ પરવાનગી નથી મળી.
એક તરફ પોલીસ કાયદા અને વ્યવસ્થાને ધ્યાને રાખી મર્યાદિત લોકો પૂરતો કાર્યક્રમ રાખવા આયોજકોને આગ્રહ કરી રહી છે. બીજી તરફ બાબાની પ્રસિદ્ધતાને જોતાં અહીં મોટી સંખ્યામાં લોકો આવે એવી શક્યતાઓ છે. પરવાનગી હજુ નથી મળી તેમ છતાંય 29 તારીખના પાસ વિતરણ આજથી એટલે કે શનિવારથી કરવામાં આવ્યા.