શોધખોળ કરો

Surat: સી.આર.પાટીલને બદનામ કરવાના કેસમાં ભાજપની મોટી કાર્યવાહી, જાણો કોને કોને કરાયા સસ્પેન્ડ?

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બદનામ કરવાના કેસમાં ભાજપે ત્રણેય કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બદનામ કરવાના કેસમાં ભાજપે ત્રણેય કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા. રિપોર્ટ આપ્યા બાદ સુરત જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યવાહી કરી હતી. સક્રિય સભ્ય ,પ્રાથમિક સભ્ય અને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  જિલ્લા ભાજપ પ્રમુખે રાકેશ સોલંકી ( પ્રભારી ઉમરપાડા તાલુકા ભાજપ ) ,હરદીપસિંહ અટોદરિયા ( કારોબારી ચેરમેન, તરસાડી નગર પાલિકા ) ,દેવેન્દ્ર સિંહ ચૌહાણ (પ્રમુખ, તરસાડી નગર ભાજપ ) ને સસ્પેન્ડ કર્યા હતા.

Surat: સી.આર.પાટીલને બદનામ કરવાના કેસમાં ભાજપની મોટી કાર્યવાહી, જાણો કોને કોને કરાયા સસ્પેન્ડ?

આ મામલે રાકેશ સોલંકીની ફરીવાર ધરપકડ કરવામાં આવી હતી. સંદીપ દેસાઇની અરજી પર ફરીવાર ધરપકડ કરાઇ હતી. ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈને બદનામ કરવાનું ષડયંત્ર સામે આવ્યુ છે. આ મામલે ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈએ  સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. સીઆર પાટીલને બદનામ કરવા ફરતી કરેલી પત્રિકામાં સંદીપ દેસાઈને પણ બદનામ કરતું લખાણ લખાયું હોવાના કારણે ફરિયાદ નોંધાઈ છે. મોટા માથાઓએ બદનામ કરવાનું ષડયંત્ર રચ્યાની આશંકા છે. સીઆર પાટીલ અને સંદીપ દેસાઈને બદનામ કરવાના ષડયંત્રને લઈને રાજકારણ ગરમાયું છે.  

પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

  1. દિપુ યાદવ
  2. રાકેશ સોલંકી
  3. ખુમાનસિંહ

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની છબી ખરડવાનું ષડયંત્ર સામે આવ્યું છે. આ ષડયંત્ર પાછળ ભાજપના જ નેતાનું નામ સામે આવ્યું છે. આ ષડયંત્રમાં પૂર્વ મંત્રી અને ભાજપના જ ધારાસભ્ય ગણપત વસાવાની સંડોવણી હોવાનો સૂત્રોનો દાવો છે. ગણપત વસાવાના સમર્થકો સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ગણપત વસાવા ભાજપના વર્તમાન ધારાસભ્ય હોવાથી તેમની સામે પગલાં લેવાશે કે નહીં તે એક સવાલ છે. ગણપત વસાવા સામે કાર્યવાહીથી ભાજપની આબરૂ ખરડાવાની ભીતિ છે. જિનેન્દ્રના વિડિયો બાદ ગણપત વસાવાના સમર્થકોએ પત્રિકાઓ ફરતી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

જોકે આ મામલે ગણપત વસાવાએ ખુલાસો કર્યો છે. ગણપત વસાવાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, તેમને આ મામલે કોઈ જાણકારી નથી અને તે આવા કોઈ ષડયંત્રમાં સામેલ નથી. તેમણે કહ્યું કે, જો કોઈ કાર્યકરનું નામ સામે આવ્યું હોય તો પોલીસ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.                                         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Embed widget