Surat: ભાજપના આ ધારાસભ્યએ અધિકારી રાજ પર ઉઠાવ્યો સવાલ, કહ્યું-25 વર્ષથી નથી થતાં કામ
Surat News: વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએઅધિકારીઓની નિષ્ક્રિયતાથી 25 વર્ષથી કામો થઈ રહ્યા નથી તેવો આરોપ લગાવ્યો છે.
Surat News: ભાજપના સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી તેમના મતવિસ્તારમાં સતત મુદ્દાઓ ઉઠાવવા માટે કુમાર કાનાણી જાણીતા છે. ધારાસભ્ય તરીકે તેઓ સતત પોતાના વિસ્તારના મુદ્દા કામ થતા ન હોવાની ફરિયાદ ઉઠાવતા રહ્યા છે. આજે ફરી એક વખત તેમણે સોશિયલ મીડિયા ઉપર તેમના વિસ્તારના 25 વર્ષથી કામ ન થતાં હોવાની વાત મૂકી છે.
વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએઅધિકારીઓની નિષ્ક્રિયતાથી 25 વર્ષથી કામો થઈ રહ્યા નથી તેવો આરોપ લગાવ્યો છે. તેમણે રોષ વ્યક્ત કરીને કોર્પોરેશનના અધિકારીઓ કામ ના કરતા હોવાની ફરિયાદ કરી હતી. ફરી એક વખત તેમણે સોશિયલ મીડિયા ઉપર તેમના વિસ્તારના 25 વર્ષથી કામ ન થતાં હોવાની વાત મૂકી છે.
કુમાર કાનાણીએ કરેલું ટ્વિટ
'25 વર્ષથી સરકારી જવાબો સાંભળીને કંટાળી ગયા છીએ, પરિણામ આપો, વાયદા નહીં :કુમાર કાનાણી pic.twitter.com/yUgOxnqA1e
— Kishor Kanani (Kumar) (@ikumarkanani) August 7, 2022
આ પણ વાંચોઃ
India Corona Cases Today: ભારતમાં કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક, જાણો આજે કેટલા કેસ નોંધાયા
કોમનવેલ્થ ગેમ્સ 2022નો છેલ્લો દિવસ ભારત માટે ઐતિહાસિક બની શકે છે, જાણો કઈ કઈ રમતમાં મેડલની છે આશા